જયપુર : કોરોનાથી લડવા માટે સૌથી મહત્વપૂર્ણ છે માસ્ક અને સેનેટાઈઝર. અત્યાર સુધી લોકો સેનેટાઈઝરનો ઉપયોગ ફક્ત હાથ સાફ કરવા સુધી સીમિત રાખતા હતા. પરંતુ ઘણાં લોકોને એ ખબર નથી કે, કોરોના વાઈરસ શરીરના બીજા હિસ્સાઓને પણ સંક્રમિત કરી શકે છે. જયપુરની બગરુ પોલીસે એક એવી મશીન બનાવી છે જે આખા શરીરને સેનેટાઈઝ કરી શકે છે.
બગરુની પોલીસ અને સહયોગી ટીમ પોલીસ મિત્ર દ્વારા એક એવું મશીન બનાવવામાં આવ્યું છે, જે પાંચ સેકંડમાં વાહન અને તેના ઉપર બેઠેલા વ્યક્તિને સેનેટાઈઝ કરી શકે છે. પોલીસ મિત્રના આ પ્રયાસને લોકો વખાણી રહ્યાં છે.
પોલીસ અધિકારી બ્રજભૂષણ અગ્રવાલે કહ્યું કે, તુર્કીમાં આવું એક વ્હીકલ સેનેટાઈઝર તૈયાર કરવામાં આવ્યું છે. જેનો વીડિયો જોઈને અમે બગરુ પોલીસ મિત્ર ટીમ સાથે ચર્ચા કરી. ટીમ દ્વારા ફક્ત 3 દિવસમાં વ્હીકલ સેનેટાઈઝરને તૈયાર કરવામાં આવ્યું છે.
કેવી રીતે કરશે કામ