ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કારગિલ યુદ્ધમાં એકમાત્ર પુત્ર ગુમાવનાર ઘરડી માતાની કહાની - Dehradun

દહેરાદૂનઃ કારગિલ યુદ્ધને 20 વર્ષ થઈ ચુક્યા છે. આ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના અદમ્ય સાહસ અને તેમના બલિદાન દેશને હંમેશા યાદ રહેશે. શહીદીની આવી વાતો લોકોના મનમાં દેશ પ્રત્યેના પ્રેમને વધુ ઉજાગર કરે છે. તો આજે જોઈએ એક એવી માતાની વાત, કે જેના પુત્રએ દેશ માટે બધુ જ બલિદાન આપ્યું પરંતુ બદલામાં તેમની માતાને શું મળ્યું ?

SPECIAL-STORY

By

Published : Jul 25, 2019, 3:24 PM IST

કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વિજય ભંડારીના સાહસ શૌર્ય અને બલિદાન છતાં પણ આજે તેમની માતા રામચંદ્રી ઠોકર ખાઈ રહી છે.

1999માં 17 ગઢવાલ રાઈફલના જવાન વિજય ભંડારીને જ્યારે યુદ્ધ માટે સંદેશ આવ્યો ત્યારે તેઓ પોતાના લગ્ન માટે રજાઓ પર આવ્યા હતા. લગ્ન બાદ વિજય પોતાની પત્નિ અને માતાને પરત આવવાનો વાયદો આપીને જંગ માટે રવાના થઈ ગયા. કારગિલ યુદ્ધ ભારત જીત્યું, પરંતુ આ યુદ્ધે હજારો માતાની કુખ સુની થઈ ગઈ. જેમાંની એક માતા રામચંદ્રી પણ હતી.

કારગિલ યુદ્ધમાં એકમાત્ર પુત્ર ગુમાવનાર ઘરડી માતાની કહાની

શહિદ વિજયની માતા રામચંદ્રીએ જણાવ્યું કે, પોતાના પુત્રના શહીદ થયા બાદ તેઓ નિઃસહાય થઈ ગયા હતા. પતિની શહાદત બાત તેમની વહુંને સરકારી નોકરી, પૈસા અને પેન્શન મળ્યું અને બીજા લગ્ન પણ થઈ ગયા, પરંતુ માતાના ભાગે કંઈ ન આવ્યું. પોતાના હકની લડાઈ તેઓ ખુબ લડ્યા, જે બાદ પોતાના પુત્રના પેન્શનનો અમુક ભાગ તેમને મળવા લાગ્યો.

કારગિલ યુદ્ધના 20 વર્ષ બાદ શહીદ વિજયની માતા આજે ઘરમાં એકલી રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. Etv ભારતની ટીમ જ્યારે રામચંદ્રીની ખોજ ખબર કરવા પહોંચી ત્યારે તેમની આ વાત સાંભળી સૌ કોઈ ભાવુક થઈ ગયું હતું. “તેઓ બોલી, મને લાગ્યું કે, મારો પુત્ર આજે ઘરે આવ્યો છે.”

ABOUT THE AUTHOR

...view details