રાજપુતાના રાઇફલમાં તૈનાત સુમેર સિંહ રાઠોડે પોતાના જીવની પરવા કર્યા વગર તેમણે પોતાના સાથીઓની સાથે કારગિલમાં તેલોલિંગ પહાડીને દુશ્મનોના શકંજામાંથી આઝાદ કરાવી હતી. મે 1999માં કારગિલમાં ઓપરેશન વિજય અભિયાન દરમિયાન સુમેર સિંહની પોસ્ટિંગ કારગિલમાં કરવામાં આવી હતી.
પાકિસ્તાની ઘુસણખોરોએ ભારતની ચોકીઓ પર કબ્જો કરી લીધો હતો, જેમાંથી એક તેલોલિંગ પહાડ પણ હતો. 15000 ફુટ ઉંચા બરફના પહાડ પર પહોંચી તેમણે દુશ્મનોનો સામનો કર્યો હતો, દુશ્મનોને ધૂળ ચટાવી આખરે તેલોલિંગ પહાડ પર ત્રિરંગો ફરકાવ્યો હતો.
શહીદ સુમેર સિંહ રાઠોડમાં દેશભક્તિની ભાવના હતી, તે સાથે તેમને રમત ગમત, જીમ અને સામાજિક કાર્યો કરવા પણ ખૂબ ગમતા હતા.
15 ઓગસ્ટ 1955ના રોજ ચુરુના દુધવાખારામાં જન્મેલા સૂમેર સિંહે ગામની શાળામાંથી જ શિક્ષણ મેળવ્યું હતું. અભ્યાસની સાથે તેમને રમતમાં પણ રસ હતો. 1971 માં ભારત-પાક યુદ્ધ દરમિયાન રેડિયો પર વીર જવાનોની કિસ્સા સાંભળી તેમણે દેશની સેવા માટે સેનામાં જવાની કલ્પના કરી. ત્યાર બાદ 26 એપ્રિલ 1975માં સુમેર સિંહ રાજપૂતના રાયફલ્સમાં ભરતી થયા. 13 જૂન 1999ના રોજ તેલોલિંગ પહાડ પર દુશ્મનો સાથે લડતા તેઓ શહીદ થયા હતા.