રાજધાની દિલ્હીમાં વધતા પ્રદુષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ પડી રહી છે. બીમારીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. લોકોને ગળુ ખરાબ થવુ, આંખો બળવી, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, જેવી તકલીફ થઇ રહી છે. આ ઓક્સિજનમાં લોકોને યૂકેલિપ્ટસ, લૈવંડર, ઓરેંજ,પેપરમિંટ, લેમન ગ્રાસ, સ્પિયરમિટ સિનેમન જેવા ફ્લેવર્સ દ્વારા લોકોને શુદ્ધ હવા આપવામાં આવી રહી છે.
પ્રદુષણથી બચવા માટે લોકોને આપવામાં આવી રહ્યાં છે, સાત અલગ અલગ પ્રકારના ઓક્સિજન - સાત અલગ અલગ પ્રકારના ઓક્સિજન
દિલ્હીઃ એનસીઆરમાં વધતા પ્રદુષણના કારણે દિલ્હીમાં સિલેક્ટ સિટી વોક સાકેત મોલમાં ઓક્સિજન બાર ખુલ્યું છે, જે લોકોને સાત અલગ-અલગ ફ્લેવરમાં શુદ્ધ હવા આપી રહ્યાુ છે, આ ઓક્સીપ્યોર બારમાં ઓક્સીજન માટે તમારે 299 થી 499 રૂપીયા આપવાના રહેશે.
પ્રદુષણથી બચવા માટે દેવામાં આવી રહ્યા છે સાત અલગ અલગ પ્રકારના ઓક્સિજન
આ ઓક્સિજનનો કોઇ સાઇડ ઇફેક્ટ નથી, જ્યારે અસ્થમાં, ગર્ભવતી મહિલા અને 12 વર્ષથી નાના વયના બાળકો માટે આ થેરેપી નથી.
આ ઓક્સીજન નોરમલ ઓક્સીજન જેવુ જ લાગે છે અને તેના કારણે લોકોના શરીરમાં રહેલા બેક્ટેરીયા ખત્મ થઇ જાય છે.