ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાગતે રહો: ​​આઇડેન્ટિટિ ક્લોનિંગ માટે કેવી રાખશો સાવચેતી - આઇડેન્ટિટિ ક્લોનિંગ

અજાણ્યા લોકોએ લખનઉ સેન્ટ્રલના એસીપી અભયકુમાર મિશ્રાનું બનાવટી ફેસબુક પેજ બનાવ્યું હતું અને બનાવટી અપીલ દ્વારા તેમના સંપર્કોમાંથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. સાયબર ગુનેગારો અથવા સાયબર ક્રિમિનલો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી આ પદ્ધતિને ઓળખ ક્લોનિગ (આઇડેન્ટિટિ ક્લોનિંગ) તરીકે ઓળખવામાં આવે છે.

આઇડેન્ટિટિ ક્લોનિંગ
આઇડેન્ટિટિ ક્લોનિંગ

By

Published : Jun 24, 2020, 6:00 AM IST

Updated : Jun 24, 2020, 10:33 AM IST

લખનઉ: કોવિડ 19 લોકડાઉન દરમિયાન ભારતમાં સાયબર ક્રાઇમમાં વધારો જોવા મળ્યો હતો. આવીજ એક ઘટના ઉત્તરપ્રદેશના લખનઉમાં એસીપી અભયકુમાર મિશ્રા સાથે બની હતી.

સાયબર ક્રિમિનલો દ્વારા અભયકુમાર મિશ્રાના ફેસબુકને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમનુ ફેક એકાઉન્ટ બનાવીને સાયબર ક્રિમિનલો દ્વારા તેમના અમુક મિત્રો પાસેથી મેસેજ દ્વારા 5000 રુપિયાની માંગ કરી હતી.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મિત્રએ ક્લેરિફિકેશન માટે તેમને ફોન કર્યો. ત્યારબાદ અભયકુમાર મિશ્રાએ બનાવની જાણ લખનઉના સાયબર ક્રાઇમ સેલને કરી હતી, જેમણે પ્રાથમિકતાના આધારે તપાસ શરૂ કરી હતી.

આઇડેન્ટિટિ ક્લોનિંગ માટે કેવી રાખશો સાવચેતી

સાયબર ક્રાઈમ સેલમાં આવા ફેક એકાઉન્ટના બાર કેસ નોંધાયા છે- જ્યાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો અને સબંધીઓને છેતરપિંડીનો મેસેજ મોકલવામાં આવ્યો હોય.

ઘટના અંગે ટિપ્પણી કરતા સાયબર ક્રાઈમ એસીપી વિવેક રંજન રાયે કહ્યું હતું કે જો ઇન્ટરનેટ વપરાશકારો વધુ જાગૃત થાય તો આવા ગુનાઓથી બચી શકાય છે. "

રાયે ઇટીવી ભારતને કહ્યું કે, અમે એક જાગૃતિ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આવી સાયબર ક્રાઈમ્સને રોકવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.

રાયે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, "આવી ઘટનામાં, વપરાશકર્તાએ તેનું પ્રોફાઇલ પિક્ચર લૉક રાખવું જોઈએ જેથી તેઓ દ્વારા ડાઉનલોડ ન થઇ શકે. બીજું, વપરાશકર્તાએ તેની / તેણીની મિત્રની માહિતી છુપાવવી જોઈએ."

સાયબર ક્રાઇમ એક્સપર્ટ સચિન ગુપ્તા સાથે ખાસ વાતચીત

આઇડેન્ટિટિ ક્લોનિંગ સામે પગલાં

શું કરવું જોઇએ?

તમારા કમ્પ્યુટરમાં ફાયરવૉલ્સ અને પ્રોટેક્ટીવ સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરો

હંમેશા સંસ્થાને માહિતી આપતા પહેલા તેની સંસ્થા શા માટે માહિતી માંગે છે તેની તપાસ કરો

નિયમિતપણે તમારી ક્રેડિટ અને બેન્કના સ્ટેટમેન્ટ તપાસો

શું ન કરવું જોઇએ?

દરેકને તમારા કમ્પ્યુટર અથવા લેપટોપનો એક્સેસ ન આપો

તમારા ફોનમાં પાસવર્ડ્સ અથવા વ્યક્તિગત માહિતી સ્ટોર કરશો નહીં

શંકાસ્પદ ઇમેઇલ્સ પરના એટેચમેન્ટ ડાઉનલોડ કરશો નહીં

વેબસાઇટ્સ પર તમારી વ્યક્તિગત માહિતી આપશો નહીં

તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સાર્વજનિક ન રાખો

Last Updated : Jun 24, 2020, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details