લખનઉ: અયોધ્યાના 1992ના બાબરી વિધ્વંસ કેસમાં લખનઉની CBI વિશેષ કોર્ટે ચૂકાદો જાહેર કર્યો છે. આ ચુકાદામાં સ્પેશિયલ કોર્ટના જજે કહ્યું કે, બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી. આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યાં છે.
ભારતના સૌથી ચર્ચિત બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ પછી ચુકાદો આવ્યો છે. આ અંગે ઉચ્ચ ન્યાયાલયે દેશભરમાંથી બધાને 6 ડિસેમ્બર, 1992ના રોજ યોજાનારી 'કારસેવા' અથવા પવિત્ર સેવામાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી. ન્યાયાલયે અયોધ્યા પહોંચી શકે તેવા 'કારસેવક'ની સંખ્યા અંગે કંઈ નિશ્ચિત નક્કી કર્યું નહોતું. કેટલાક અનૈતિક અને અસામાજિક તત્ત્વોને લીધે પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ હતી અને બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
ચુકાદા પર સ્પેશિયલ કોર્ટના જજે શું કહ્યું?
- બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.
- આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યાં
- ઈમારત તોડી પાડવાની ઘટના અચાનક થઈ હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બપોરે 12 વાગે ઈમારત પર પાછળથી પથ્થરમારો શરૂ થયો હતો.
- અશોક સિંઘલ ઈમારત સુરક્ષિત રાખવા માંગતા હતા, કારણકે ત્યાં મૂર્તિઓ હતી.
- કારસેવકોના બંને હાથ વ્યસ્ત રાખવા માટે પાણી અને ફૂલ લાવવાનું કહેવામાં આવ્યું હતું.
- ન્યૂઝપેપરમાં લખેલી વાતોને પુરાવા ન માની શકીએ,
- તસવીરોના આધાર પર કોઈને દોષિત ન ગણાવી શકીએ, તસવીરોની નેગેટિવ જમા કરાવવામાં નથી આવી.
આ મોટો નેતાઓ પર હતો આરોપ
- બાબરી વિવાદિત ઈમારત તોડી પાડવા કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
- જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.
- કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી 16 લોકોના નિધન થઈ ગયા છે.
બાબરી કેસ
- 28 વર્ષ, 2500 પેજની ચાર્જશીટ, 351 સાક્ષી,
- અડવાણી સહિત 32 આરોપી
- અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત 48 લોકો વિરુદ્ધ FIR થઈ હતાી,
- કુલ 48 આરોપીમાંથી 16 લોકોનાં નિધન થયાં
- 1993માં હાઇકોર્ટના આદેશ પર લખનઉમાં સ્પેશિયલ કોર્ટ બની
આ ચુકાદામાં સ્પેશિયલ કોર્ટના જજે કહ્યું કે, બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી. આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યાં છે. આ કેસની પ્રથમ એફઆઈઆર રામ જન્મભૂમિ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેમાં લાખો કારસેવકનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI)ની વિશેષ કોર્ટે 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. બાબરી વિધ્વંસ કેસ મામલે કોર્ટે આડવાણી-જોશી અને ઉમા ભારતી સહિત 32 આરોપી નિર્દોષ જાહેર કર્યા હતાં.