નવી દિલ્હી : રાજધાનીમાં થયેલી હિંસા મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જામિયા યુનિવર્સીર્ટીના વિદ્યાર્થી ચંદન કુમારની પૂછપરછ કરી હતી. જામિયા હિંસાને લઇને સતત 4 કલાકથી પૂછપરછ ચાલી હતી.
પોલીસે વિદ્યાર્થીનો મોબાઇલ પણ કબ્જે કરી લીધો છે. પોલીસે કહ્યું કે, હાલમાં તમામ પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો છે. આ તકે જો પોલીસને જણાઇ આવશે તો ફરી તેને પૂછપરછ અર્થે બોલાવી શકે છે.
ઉલ્લેખનિય છે કે, રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં જામિયા યુનિવર્સીટી બહાર અને ફેબ્રુઆરીમાં ઉત્તર પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં હિંસા સર્જાઇ હતી. જેને લઇને પોલીસે કેસ દાખલ કર્યા હતા જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટી અને સ્પેશિયલ સેલ દ્વારા થઇ રહી છે.
આ કેસમાં JNU અને જામિયાના કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ તકે હાલમાં તપાસ ચાલી રહી છે. જેમાં એ વિદ્યાર્થીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે કે, જે લોકો પર પોલીસને શંકા હોય.