નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા તોફાનો દરમિયાન 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસ કમિશ્નરે સમગ્ર મામલાની તપાસ માટે ક્રાઇમ બ્રાંચની બે SIT બનાવી હતી.
દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ સાથે 5 કલાક સુધી સ્પેશિયલ સેલ દ્વારા પૂછપરછ કરાઈ - north east delhi riot
ફેબ્રુઆરી મહિનામાં, ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસના વિશેષ સેલે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદની 5 કલાક પૂછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન અપૂર્વાનંદનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વિશેષ સેલ પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદની સ્પેશિયલ સેલ દ્વારા 5 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને તે પછી અપૂર્વાનંદનો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. તે પછી પ્રોફેસર અપૂર્વાનંદે કહ્યું કે, હું તપાસમાં વિશેષ સેલને સહકાર આપી રહ્યો છું. વિરોધ પ્રદર્શન કરવો એ દરેક ભારતીયનો મૂળભૂત અધિકાર છે.
સ્પેશિયલ સેલ દ્વારા પૂછપરછ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદે એક નિવેદન જારી કર્યું છે. જેમાં તેમણે દિલ્હી પોલીસ પાસે માગ કરી છે કે આ મામલાની યોગ્ય તપાસ થવી જોઇએ કે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિને તકલીફ ન પડે.