ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના 3 શંકાસ્પદ આતંકવાદીઓની દિલ્હી સ્પેશિયલ સેલે ધરપકડ કરી - સ્પેશિયલ સેલ

સ્પેશિયલ સેલે ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. જે હત્યા અને ખંડણીની ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યાં હતા. આ આરોપીઓમાંથી એકને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા બેને પંજાબથી પકડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી હથિયાર પણ કબજે કર્યા છે.

special-cell-of-delhi-police-busted-a-khalistan-liberation-front-module-and-arrested-three-persons
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી

By

Published : Jun 27, 2020, 8:31 PM IST

નવી દિલ્હીઃ સ્પેશિયલ સેલે ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. જે હત્યા અને વસૂલીની ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યાં હતા. આ આરોપીઓમાંથી એકને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા બેને પંજાબથી પકડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી હથિયાર પણ કબજે કર્યા છે.

ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા અનુસાર, ખાલિસ્તાન લિબરેશન ફ્રંટ સાથે સંકળાયેલા મોહિન્દર પાલસિંઘ વિશે સેલને માહિતી મળી હતી. સેલને ખબર પડી કે દિલ્હીમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવા જઇ રહ્યાં છે. એસીપી જસબીરસિંઘની આગેવાનીમાં ઇન્સ્પેક્ટર પંકજ કુમારની ટીમે બાઈક પર જઈ રહેલા મોહિન્દરની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે મૂળ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાનો છે. તપાસ કરતાં તેની પાસેથી એક પિસ્તોલ અને બે જીવંત કારતુસ મળી આવ્યા હતા. આ અંગે આર્મ્સ એક્ટનો કેસ નોંધવામાં આવ્યો હતો.

લવપ્રીતને પંજાબના સમાનાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવંત કારતુસ મળી આવ્યા હતા. આ પછી, પોલીસ ટીમ તેમની સાથે માનસા પહોંચી હતી, જ્યાં ત્રીજા આરોપી ગુરતેજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટ સાથેના તેમના સંબંધ હોવાની કબૂલાત આપી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે વિદેશમાં બેઠેલા તેના માસ્ટરના કહેવાથી હત્યાની કાવતરું ઘડી રહ્યો હતો. આ માટે બળજબરીથી પૈસાની ખંડણી કરતો હતો જેથી હથિયાર ખરીદી શકે.

ગુરતેજસિંહનો જન્મ આસામમાં થયો હતો. તેના પિતા સૈન્યમાં સુબેદાર હતા. તે પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટો અબ્દુલ્લા અને અવતાર સિંહ સાથે સંપર્કમાં હતો. આ સાથે તેણે હાફિઝ સઇદની નજીકના ગોપાલસિંહ ચાવલા સાથે પણ સંપર્ક કર્યો હતો. તે ખાલિસ્તાની ચળવળની નજીક હતો. જાન્યુઆરી 2019માં, તે ચંદીગઢમાં નારાયણસિંહ ચૌરાહાને મળ્યો અને ગુરતેજ સિંહને ખાલિસ્તાન આંદોલનમાં સામેલ કરવાની વાત કરી. ગુરતેજ આ આતંકી સંગઠન માટે યુવાનોની ભરતી કરતો હતો. અત્યાર સુધીમાં તેણે બીજા પાંચ યુવાનોની ભરતી કરી લીધી હતી. તેણે પોલીસને કહ્યું કે, તે રામ રહીમના 1 અનુયાયીમાં પણ જોડાયો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેણે એક વેપારી પાસેથી દસ લાખ રૂપિયા પડાવવા માટે પિસ્તોલ લીધી હતી. ગુરતેજસિંહ અમેરિકામાં બેઠેલા અવતારસિંહ પન્નુ સાથે પણ સંપર્કમાં હતો.

બીજો આરોપી મોહિન્દર પાલ સિંહ 2007માં ભણવા માટે દિલ્હી આવ્યો હતો. 2013માં, ગુરબખ્શસિંહ ખાલસા 44 દિવસની ભૂખ હડતાલ પર બેઠા હતા. તે પણ તેમાં જોડાયો હતો અને ધીરે ધીરે તે ખાલિસ્તાન આંદોલનમાં જોડાયો. તે જગતારસિંહ હવારા અને દયા સિંહની રજૂઆતો દરમિયાન પણ કોર્ટમાં જતો હતો.

ત્રીજો આરોપી લવપ્રીત સિંહ કમ્પ્યુટર કામ કરવાની સાથે સીસીટીવી કેમેરા લગાવતો હતો. 3થી 4 વર્ષ પહેલાં તે ખાલિસ્તાની ચળવળમાં તે રસ દાખવતો થયો. 2017માં, તે અમૃતસરમાં બલજિત સિંહને મળ્યો હતો. તેઓએ તેમને હાવરા સમિતિમાં શામેલ કર્યા. લવપ્રીત સિંહ હાલમાં સમાનામાં એક વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. પંજાબનો એક શિવસેના નેતા પણ તેના નિશાન પર હતો. તે તેના ગામના સરપંચને પણ મારી નાખવા માંગતો હતો.

ABOUT THE AUTHOR

...view details