ગુજરાત

gujarat

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: 28 વર્ષ બાદ આજે આવશે ચુકાદો

By

Published : Sep 30, 2020, 7:48 AM IST

અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કાર સેવકો દ્વારા બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણસિંહ વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે.

Babri mosque demolition case
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ

લખનઉ: અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ મામલે સીબીઆઈની વિશેષ અદાલત આજે (બુધવારે) સુનાવણી કરશે. આ સમગ્ર મામલે ભાજપના વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, યૂપીના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત 32 આરોપી છે.

લખનઉ પોલીસે કોર્ટની સુરક્ષા માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો છે. સુનાવણી બાદ આરોપીઓને સજાની સુનાવણી કરવામાં આવશે, તો રાજધાની લખનઉમાં તેમના માટે જેલ બનાવવામાં આવી છે. જો અદાલત આરોપીઓને આરોપો સાબિત કરવા આદેશ આપે છે. તો આરોપીઓને અસ્થાયી જેલમાં લઈ જવામાં આવશે. જ્યાં તેમને 14 દિવસની ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમને કાયમી જેલમાં મોકલવામાં આવશે.

કોર્ટની સુરક્ષા વ્યવસ્થા માટે લખનઉ પોલીસે વિશેષ પ્લાન તૈયાર કર્યો છે. ડીસીપી વેસ્ટ પાંડેએ ઈટીવી ભારતને જાણકારી આપતા કહ્યું કે, કોર્ટ પરિસરમાં ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવશે. કોર્ટ પરિસરની સુરક્ષા માટે હજારોની સંખ્યામાં પોલીસ દળને તૈયાત કરવામાં આવશે. 5 એસપીને કોર્ટ પરિસરની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે 9 એસ એચ ઓ, 100 સબ ઈન્સપેક્ટર, 500 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ માત્ર કોર્ટ પરિસરમાં તૈનાત રહેશે.

કોર્ટ પરિસરની સાથે-સાથે લખનઉના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે. અસ્થાયી જેલ પરિસર પાસે અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. લખનઉમાં આરોપીઓને કોર્ટથી અસ્થાયી જેલમાં લઈ જવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details