ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સપાના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન ધૂરારામનું કોરોનાને કારણે નિધન - The capital is Lucknow

કોરોનાનો કહેર ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે રાજધાની લખનઉના KGMUમાં સાપના નેતા ઉત્તર પ્રદેેેેશ સરકારના પૂર્વ પ્રધાન ધુરારામનું KGMUમાં કોરોના કારણે મૃત્યુ થયું છે.

સપાના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ધૂરારામનું કોરોનાને કારણે નિધન
સપાના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ધૂરારામનું કોરોનાને કારણે નિધન

By

Published : Jul 16, 2020, 4:14 PM IST

લખનઉ: સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ પ્રધાન ધુરારામનું ગુરુવારના રોજ કોરોના કારણે મૃત્યું થયુ છે. ધુરારામને રાજધાની લખનઉમાં KGMU હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગુરુવારનાનો ધુરારામને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી ત્યારબાદ ગુરૂવારના રોજ હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું તેમના પુત્ર સંતોષકુમારનું માનવું છે કે બુધવારના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડીવાર પહેલા તેનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

ધુરારામનો રાજનૈતિક સફર ખૂબ સરસ રહ્યો હતો તેમની ઓળખ એક દલિત નેતાના રૂપમાં હતી. તેની સાથે-સાથે આઝમગઢની લાલગંજ બેઠક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ રહી ચૂક્યા છે અને માયાવતીના કાર્યકાળ દરમિયાન, તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા.

ઘણા દિવસથી ધુરારામ રાજનીતિથી દૂર બાલિયામાં પોતાના ઘરે જ રહેતા હતા અચાનક તેમની તબિયત બગડતા તમને KGMU માં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી બુધવારની રાત્રે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી તેમના સ્વાસ્થ્યની ચિંતા વધી ગઈ હતી અને ગુરુવારના રોજ તેમના મૃત્યુ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details