ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો ભારતીય બંધારણના સ્ત્રોત વિશે

ન્યૂઝ ડેસ્ક: ભારતીય બંધારણના અનેક દેશી અને વિદેશી સ્ત્રોત છે, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધારે ભારતીય શાસન અધિનિયમ 1935નો છે. ભારતના બંધારણના નિર્માણમાં કેટલાક દેશોની મદદ લેવામાં આવી છે.

file photo
file photo

By

Published : Nov 26, 2019, 8:13 PM IST


1) સંયુક્ત રાજ્ય અમેરીકા : મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ ન્યાયાલય, રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ સેનાપતિ, બંધારણીય સર્વોચ્ચતા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિ પદ, સ્વતંત્ર અને નિરપેક્ષ ન્યાયતંત્ર, ચૂંટાયેલા રાષ્ટ્રપતિની વ્યવસ્થા, સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવા, ન્યાયિક પુન:અવલોકન, ન્યાયપાલિકાની સ્વતંત્રતા

2) બ્રિટન: કાયદાનું શાસન, નાગરિકતા, સંસદીય વિશેષાધિકાર, સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, કાયદો બનાવવાની પદ્ધતિ, દ્વી-સદનાત્મક સંસદીય પ્રણાલી, આમુખનો પાવર. અધ્યક્ષ હોદ્દો.

3) આયરલેન્ડ: રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા સભ્યોની નિમણૂંક, કટોકટી અંગેની જોગવાઈ, આમુખનો ખ્યાલ

4) ઓસ્ટ્રેલિયા: પ્રસ્તાવના આમુખ, વેપાર, વાણિજ્યની સ્વતંત્રતા, સયુંકત યાદી/ સમવર્તી સૂચિ, સંસદના બંને ગૃહોની સયુંકત બેઠક, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ

5) જર્મની: કટોકટીની જોગવાઈ (મૂળભૂત હકો મોકૂક રાખવાની જોગવાઈ)

6) કેનેડા: સરકારનું અર્ધસંધ્યાત્મક સ્વરૂપ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન, કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂંક, અવિશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે

7) દક્ષિણ આફ્રિકા: બંધારણમાં સુધારાની પ્રક્રિયા, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી.

8) રશિયા: મૂળભૂત ફરજો

9) જાપાન: કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, શબ્દાવલી.


ભારતીય બંધારણના અનેક દેશી અને વિદેશી સ્ત્રોત છે, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ ભારતીય શાસન અધિનિયમ 1935નો છે. ભારતીય બંધારણના 395 અનુચ્છેદમાંથી લગભગ 250 અનુચ્છેદ એવા છે કે, જે 1935 ઇ.ના અધિનિયમથી અથવા તો શબ્દશ લેવામાં આવ્યા છે. જેમાં અમુક ફેરફાર કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details