શ્રીનગર: ઉત્તર કાશ્મીરના સોપોરની રહેવાસી આલિયા તારિક નવા કાયદા હેઠળ 22 જૂને ડોમિસાઇલ સર્ટિફિકેટ (કાયમી રહેઠાણ પ્રમાણપત્ર) મેળવનાર રાજ્યની પ્રથમ નાગરિક બની છે. કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં સામેલ કર્યા બાદ નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે.
આલિયા તારિકના પિતા તારિક અહમદ લાંગુએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે આલિયા સહિત પરિવારના તમામ સભ્યો માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. કારણ કે તેમને લાગ્યું કે તે આધારકાર્ડની જેમ એક મહત્વનો દસ્તાવેજ છે. લાંગુએ કહ્યું કે, "પરિવારના દરેક વ્યક્તિ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટની અરજી કરવી જોઇએ. મહેસૂલ વિભાગના મારા મિત્રોએ મને પ્રમાણપત્ર માટે અરજી કરવામાં મદદ કરી. મારા બાળકોને તેમની શાળાઓ દ્વારા નિવાસસ્થાન પ્રમાણપત્રો લાવવા કહેવામાં આવ્યું હતું."