મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદે એક ચાર્ટર્ડ ફ્લાઇટને ફંડ પૂરું પાડ્યું હતું. આ ફ્લાઈટ દ્વારા 170 જેટલા પરપ્રાંતિય મજૂરોને ઉત્તરાખંડ, દહેરાદૂનમાં તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા.
સોનૂ સૂદનો સેવા યજ્ઞ યથાવતઃ 173 પરપ્રાંતિય શ્રમિકોને પ્લેનથી ઘરે પહોંચાડ્યા - સોનૂ સૂદે 173 પરપ્રાંતિય મજૂરોને પ્લેનથી ઘરે પહોંચાડ્યા
ઓડિશાની 169 યુવતીઓને વિમાન દ્વારા કેરળથી ઘરે પાછા લાવવામાં સોનૂ સૂદે મદદ કરી હતી. મુંબઇથી 173 પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે ઉત્તરાખંડ, દેહરાદૂન પ્રાઈવેટ પ્લેનથી મોકલ્યા હતા.
![સોનૂ સૂદનો સેવા યજ્ઞ યથાવતઃ 173 પરપ્રાંતિય શ્રમિકોને પ્લેનથી ઘરે પહોંચાડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7493225-242-7493225-1591368162414.jpg)
સોનૂ સૂદે 173 પરપ્રાંતિય મજૂરોને પ્લેનથી ઘરે પહોંચાડ્યા
રિપોર્ટ પ્રમાણે, 173 મજૂરો સાથે પ્લેન સવારે 1.57 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરીને સવારે 4ઃ41 દહેરાદૂનના જોલીગ્રન્ટ એરપોર્ટ પર ઉતર્યું હતું.
અભિનેતાએ કહ્યું હતું કે, 'મોટાભાગના લોકોને ક્યારેય હવાઇયાત્રા કરવાની તક મળી નથી, અને તેમના ચહેરા પરની સ્મિત જોઈને મને ખૂબ આનંદ થયો હતો.'
Last Updated : Jun 5, 2020, 10:36 PM IST