વારાણસીઃ બૉલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. લોકડાઉનમાં લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા બાદ સોનુ સૂદ હવે પણ લોકોની મદદ કરી રહ્યા છે. ગત્ત દિવસોમાં વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં ગંગામાં પૂર વધવાથી ભૂખ્યા પેટે રહેલા નાવિકો સુધી રાશન પહોંચાડ્યા બાદ હવે સોનુ સૂદ ફરીથી નાવિકોની મદદનું આશ્વાસન આપ્યું છે.
એક ટ્વિટર યુઝર ધીરજ સાહનીએ સોનુને ટ્વીટ કર્યું કે, થોડા દિવસો પહેલા પોતાના દ્વારા પહોંચાડવામાં આવેલી મદદથી વારાણસીના ગંગા ઘાટ કિનારે રહેતા પરિવારોમાં ખુશી છવાઇ હતી, પરંતુ હજુ પણ એવા ઘણા પરિવાર છે, જે ભૂખ્યા સુએ છે. અમે દરરોજ રાહ જોઇએ છીએ કે, ક્યારે તમે તે પરિવારોને રાશન પહોંચાડીને તેમના જીવનમાં ખુશીઓ લાવશો.