આ બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટની, અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત તથા છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ તથા પાર્ટીના પ્રદેશ પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને ધારાસભ્ય કક્ષાના નેતાઓ અહીં આ બેઠકમાં હાજર રહ્યા છે.
આ બેઠકમાં મહાત્મા ગાંધીની 150મી જયંતિને લઈ કરવામા આવનારા કાર્યક્રમો, સદસ્યતા અભિયાનો, પાર્ટી કાર્યકર્તા માટે પ્રશિક્ષણ કાર્યક્રમો સાથે અલગ અલગ રાજકીય મુદ્દાઓને લઈ મંથન થઈ રહ્યું છે.