ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીને પત્ર લખી સોનિયા ગાંધીએ વેતનના કાપને આપ્યું સમર્થન - કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન, પ્રધાનો અને સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકા ઘટાડાને સમર્થન આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે.

ETV BHARAT
PMને પત્ર લખી સોનિયા ગાંધીએ પગાર કપાને સમર્થન આપ્યું

By

Published : Apr 7, 2020, 5:02 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને કેબિનેટના એ નિર્ણયને સમર્થન કર્યું છે. જેના હેઠળ નક્કી કરવામાં આવ્યું કે, વડાપ્રધાન, પ્રધાનો અને સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકા ઘટાડો થશે તથા સાંસદ ભંડોળ બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવશે.

પત્રમાં સોનિયાએ વડાપ્રધાનને 5 સૂચન કર્યાં છે. સોનિયાએ કહ્યું કે, આવનારા 2 વર્ષ સુધી કોવિડ-19 સાથે જોડાયેલી માહિતી ઉપરાંત ટીવી ચેનલો અને અન્ય મીડિયા જાહેરખબરો સંપૂર્ણ પણે બંધ કરવામાં આવે.

બીજા સૂચનમાં તેમણે કહ્યું કે, નવા સંસદના નિર્માણનું કાર્ય હાલ સ્થગિત કરી શકાય છે.

સોનિયા ગાંધીનો પત્ર
સોનિયા ગાંધીનો પત્ર

ત્રીજા સૂચનમાં તેમણે કહ્યું કે, સરકારના બજેટમાં પણ 30 ટકા ઘટાડો કરવી જોઈએ. આનાથી સ્થળાંતરિત મજૂરો, MSMI અને અસંગઠિત ક્ષેત્રમાં કામગીરી કરનારા લોકોને નાણાકિય સુરક્ષા આપી શકીશું.

ચોથા સૂચનમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન, મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને અન્ય લોકોની વિદેશ મુસાફરી સ્થગિત કરવી જોઈએ.

પાંચમાં સૂચનમાં તેમણે કહ્યું કે, PM કેર્સ ફંડની આ રકમ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાં સ્થાનાંતરિત કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details