નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે હૉસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. સર ગંગા રામ હૉસ્પિટલના ચેરમેન બોર્ડ ઑફ મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી રજા મળી, તબિયત સ્થિર
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે રવિવારે હૉસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. સર ગંગા રામ હૉસ્પિટલના ચેરમેન બોર્ડ ઑફ મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, 30 જુલાઇએ હૉસ્પિટલમાં ભર્તી કરાયેલા સોનિયા ગાંધીને આજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા.
સોનિયા ગાંધી
તમને જણાવી દઇએ કે, સોનિયા ગાંધીને ગુરુવારની સાંજે હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, સોનિયા ગાંધીને અસ્થમાની બિમારીને કારણે હૉસ્પિટલમાં ભર્તી કરાયા હતા. સર ગંગા રામ હૉસ્પિટલના મેનેજમેન્ટ અધ્યક્ષ ડૉ. ડી.એસ. રાણાએ જણાવ્યું હતું કે, તેમને અહીં નિયમિત પરિક્ષણ અને તપાસ માટે લાવવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત પહેલાથી સારી છે.