નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીની સર ગંગા રામ હોસ્પિટલમાં રવિવારે દાખલ થયેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પેટમાં ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના અધિકારીઓએ આ માહિતી આપી હતી, જ્યારે સોનિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ત્યાં હાજર રહ્યા હતા.
સોનિયા ગાંધીને પેટમાં ઇન્ફેક્શન, આજે મળી શકે છે હોસ્પિટલમાંથી રજા - dihli news updates
રવિવારના રોજ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પેટમાં ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના અધિકારીઓએ આ માહિતી આપી હતી. સોનિયા ગાંધીને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી સંભાવના છે.

સોનિયા ગાંધી
સર ગંગારામ હોસ્પિટલના પ્રેસિડેન્ટ (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો. ડી.એસ.રાણાએ સોમવારે મેડિકલ બુલેટિનમાં જણાવ્યું હતું કે, સોનિયાને સાંજે સાત વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. તેમને પેટમાં ઇન્ફેક્શન લાગ્યુ છે, જેની હાલ સારવાર ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, સોનિયા ગાંધીને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી સંભાવના છે. શનિવારે બજેટની રજૂઆત દરમિયાન કોંગ્રેસ પ્રમુખ સંસદમાં હાજર નહોતા.