ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEET-JEE પરીક્ષા પર વિપક્ષ એકસાથે, સોનિયાની બિન ભાજપ શાસિત રાજ્યોના CM સાથે બેઠક - કોંગ્રેસ શાસિત રાજ્યો

સોનિયા ગાંધી આજે NEET-JEE પરીક્ષા અને Goods and Services Tax (GST) પર ચર્ચાને લઈ બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરશે.

Sonia Gandhi
સોનિયા ગાંધી

By

Published : Aug 26, 2020, 10:27 AM IST

નવી દિલ્હી:કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઝારખંડના રાજ્યો સાથે NEET-JEE પરીક્ષા અને GST ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના બાકીના મુદ્દાઓ પર રાજ્યો સાથે બેઠક કરશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જાહેરાત કરી છે કે, JEE (Main) એકથી 6 સપ્ટેમ્બર અને NEET(UG)ની પરીક્ષા 13 સપ્ટેમ્બરના આયોજન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ NEET અને JEE પરીક્ષાને સ્થગિત કરવાની અરજીને રદ્દ કરી હતી. તમને જણાવી દઈએ કે, વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો પરીક્ષા આયોજિત કરવાના કેન્દ્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી NEET અને JEE પરીક્ષાઓની તારીખને લઈ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવા પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે કહ્યું કે, કોરોના મહામારીને કારણે આર્થિક ગતિવિધિઓ ધીમી થઈ છે. જુલાઇમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો આવક સંગ્રહ 87 87,4૨૨ કરોડ રૂપિયા હતી. જે ગત્ત વર્ષ કરતા 14 ટકા ઓછી છે.

જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કુલ આવક સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) માટે 39,467 કરોડ રૂપિયા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) માટે 40,256 કરોડ રૂપિયા છે.

ABOUT THE AUTHOR

...view details