જયપુર: દેશમાં કોરોના મહામારીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવી છે. જેમાં તે સમિતિ સાથે કોરોના મહામારીની પરિસ્થિતિને લઇને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે.
કોવિડ-19: વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક યોજાશે
દેશમાં કોરોના મહામારીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવી છે. જેમાં તે સમિતિ સાથે કોરોના મહામારીની પરિસ્થિતિને લઇને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે.
દેશમાં કોરોના મહામારીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક બેઠક સવારે 10:30 વાગ્યે પોતાના નિવાસસ્થાન પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોલાવી છે. જેમાં તે સમિતિ સાથે કોરોના મહામારીની પરિસ્થિતિને લઇને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અહમદ પટેલ , કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો અને કોંગ્રેસ કાર્યકારી સમિતિના કાર્યકર તરીકે રઘુવીર મીણા પણ જોડાશે.
આ બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મેડિકલ સુવિધા, રોજગાર, કામદારોની સમસ્યા, અર્થવ્યવસ્થા અને પ્રવાસી મજૂરોને લઇને ચર્ચા થઈ શકે છે.