ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેર કર્યો વીડિયો, કહ્યું -બિહારની સરકાર સત્તાના અહંકારમાં ડૂબેલી છે - બિહાર વિધાનસભાની ચૂંટણીઓ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીના મુદ્દે એક વીડિયો જાહેર કરીને એક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે બિહારની જનતાનો અવાજ કોંગ્રેસના મહાગઠબંધનના સમર્થનમાં છે. નવા બિહારના નિર્માણ માટે જનતા તૈયાર છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેર કર્યો વીડિયો
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેર કર્યો વીડિયો

By

Published : Oct 27, 2020, 1:51 PM IST

  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આપ્યો સંદેશ
  • બિહારમાં ચૂંટણીઓને મુદ્દે જાહેર કર્યો વીડિયો
  • વીડિયો રાહુલ ગાંધીએ પણ કર્યો શેર

નવી દિલ્હી: બિહારમાં 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલા એક વીડિયો જાહેર કરીને સંદેશ આપ્યો છે. આ વીડિયો તેમના પુત્ર રાહુલ ગાંધીએ પણ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે બિહારમાં પરિવર્તનની હવા છે, હું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો સંદેશ બિહારની જનતાને શેર કરું છું. હવે નવા બિહાર માટે એક થવાનો અને મહાગઠબંધન જીતવાનો સમય આવી ગયો છે.

બિહારની સરકાર સત્તાના અહંકારમાં ડૂબેલી

આ વીડિયોમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, હું બિહારની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિને વંદન કરું છું. આજે બિહારમાં સત્તાના અહંકારમાં ડૂબેલી સરકાર તેના માર્ગથી ભટકી ગઇ છે. ન તો તેઓ સારું બોલે છે ન તો સારુ કહે છે. ખેડૂતો અને યુવાનો આજે નિરાશ છે. અર્થવ્યવસ્થાની નાજુક સ્થિતિ લોકોના જીવન પર ભારે પડી રહી છે.

દિલ્હી અને બિહારની સરકારો 'બંધી સરકારો'

આજે ધરતીપુત્રો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. દલિતો અને મહાદલિતો પાયમાલીના રસ્તે છે. સમાજનો પછાત વર્ગ પણ પાછળ રહી ગયો છે. બિહારની જનતાનો અવાજ કોંગ્રેસના મહાગઠબંધનને સમર્થન આપે છે. આ આજના બિહારનું આહ્વાન છે. દિલ્હી અને બિહારની સરકારો 'બંધી સરકારો' છે. નોટબંધી, તાળાબંધી, વેપારબંધી, આર્થિકબંધી, ફાર્મ-કોઠારબંધી, રોટલ-રોજગારબંધી. આથી બંધી સરકાર વિરુદ્ધ બિહારના લોકો પરિવર્તન માટે તૈયાર છે.

ABOUT THE AUTHOR

...view details