કોંગ્રેસના અધ્યક્ષ પદ પરના નિર્ણય માટે CWCની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અંતે રાહુલ ગાંધીનું રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને પાર્ટીના મહાસચિવ સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ મીટિંગમાં પાર્ટી મહાસચિવ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ સહિત પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ રાહુલ ગાંધી પાછળથી આ મીટિંગમાં જોડાયા હતા.