સોનિયા ગાંધીની ગર્જના, વાજપેયીને હરાવ્યા તો મોદીને કેમ નહીં ? - pm modi
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાયબરેલીમાં આજે નામાંકન ભર્યું હતું. નામાંકન ભર્યા બાદ તેમણે વડાપ્રધાન મોદીને હરાવાને લઈ મોટું નિવેદન આપ્યું છે.
સોનિયા ગાંધીની ગર્જના
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, 2004માં વાજપેયીની છબી પણ અપરાજયની હતી, પણ અમે તેમને હરાવ્યા હતા. નામાંકન ભર્યા પહેલા સોનિયા ગાંધીએ એક રોડ શૉ કર્યો હતો. જ્યાં તેમણે વડાપ્રધાન મોદીની અપરાજય છબીને લલકાર આપતા કહ્યું કે, વાજપેયીને હરાવ્યા હતા તો પછી મોદીને કેમ ના હરાવી શકીએ.