ભારત બચાવો રેલીને સંબોધન કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે...
- છેલ્લા ઘણા સમયથી દેશની હાલત ગંભીર છે. જેથી ઘરની બહાર નિકળી આંદોલન કર્યું છે.
- દેશને બચાવવા કઠોર સંધર્ષ કરવો પડશે. યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
- બચેલી નોકરીઓ પણ જઈ રહી છે, સામે ઘોર અંધારૂ છે.
- નાગરિકતા કાયદો ભારતના આત્માને તોડી નાંખશે.
- દેશમાં આજે બની રહ્યું છે. જેથી અમારું માથું નમી ગયું છે.
- આજે દેશમાં અંધેરી નગરી ચોપાટ રાજા જેવું વાતાવરણ બની ગયું છે.
- દેશ પૂછી રહ્યો છે. સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ક્યાં છે?
- રોજગારી ક્યાં છે? અર્થવ્યવસ્થા કેમ નાશ પામી છે?
- કાળા નાણાં બહાર લાવવા માટે કરેલી નોટબંધીમાંથી કેટલું કાળુંનાણું આવ્યું?
- GSTથી મોદી સરકારની તિજોરી ખાલી કેમ થઈ ગઈ?.
- દેશની કંપનીઓ વેચીને કોને આપવામાં આવી રહી છે?
- મોદી સરકારના રાજમાં બેંકોમાં રહેલા જનતાના પૈસા સુરક્ષિત નથી.
- ક્યાં ગયા તમારા સારા દિવસ? આજે તો કોઈ બોલી પણ નથી શકતું કે લખી પણ નથી શકતું.
- રાજ્યના નકશા બદલવામાં આવી રહ્યાં છે, સંસદમાં ચર્ચા વિના ખરડો પ્રસાર કરી બનાવી કાયદો દેવાઇ છે.
- અડધી રાતે રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવે છે.
રાહુલ ગાંધીના ભાષણના અંશો
- મરી જઈશ પણ માફી નહીં માંગુ.
- દેશ ક્યારેય પીછેહટ નથી કરતો. હું સાચી વાત કહેવા માટે માફી નહીં માંગું.
- મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું.
- સાચી વાત કહેવાની માફી ન હોય, માફી તો નરેન્દ્ર મોદીએ દેશ પાસે માંગવી જોઈએ.
- માફી તો અમિત શાહે દેશના લોકોની માંગવી જોઈએ.
- ભારતની અર્થવ્યવસ્થા મોદીજીએ એકલા હાથે નષ્ટ કરી છે.
- નરેન્દ્ર મોદીએ એવો ફટકો માર્યો છે કે આજુ સુધી જે નુકસાન થયું તે ઠીક થયું નથી.
- અમારા કૉંગ્રેસ કાર્યકર્તા કોઈનાથી ડરતા નથી. એક ઈંચ પાછળ હટતા નથી.
- મોદી સરકારે રાત્રે 12 વાગ્યે ગબ્બર સિંહ ટેક્સ લાગુ કર્યો.
- GSTના કારણે છેલ્લા 45 વર્ષમાં દેશમાં સૌથી વધુ બેરોજગારી
- દેશમાં GDP 9 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગઈ.
- મોદી સરકારે GDP નક્કી કરવાના માપદંડ બદલ્યા.
- દેશનું ભવિષ્ય ડુંગળીની લાઈનમાં ઉભુ છે.
- મોદી સરકારે કોન્ટ્રાક્ટ વગર કામ આપ્યું
- ખેડૂતો અને મજૂરો વગર આ દેશ આગળ વધી ન શકે.
- મોદીએ પૂર્વોત્તરને ભડકે બાળ્યું.