ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનિયા-મનમોહન પહોંચ્યા તિહાડ જેલ, ચિદમ્બરમ સાથે કરી મુલાકાત - INX મીડિયા કેસ

નવી દિલ્હી: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તિહાડ જેલમાં ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે, ચિદંબરમની INX મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેથી સોનિયા ગાંધી અને મનમોહન સિંહ ચિદમ્બરમ સાથે મુલાકાત કરવા તિહાડ જેલ પહોંચ્યા હતાં.

etv bharat

By

Published : Sep 23, 2019, 10:38 AM IST

ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ 3 ઓક્ટોબર સુધી તિહાડ જેલમાં રહેશે. દિલ્હીની અદાલતે INX મીડિયા કેસમાં તેમની ન્યાયિક કસ્ટડીનો સમયગાળામાં વધારી દેવામાં આવ્યો છે.

INX મીડિયા કેસ અને મની લોન્ડરિંગના કેસનો ઘટનાક્રમ

સૌજન્ય: ANI

15 મે 2017: CBI એ 2007માં 305 કરોડ રુપિયાનું વિદેશી હૂંડિયામણ હસ્તગત કરવા માટે વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડ (FIPB)ની મંજૂરી મેળવવા INX મીડિયા કેસમાં ગેરરીતિઓ બદલ FIR દાખલ કરાઈ. જે બાદ ED એ આ સંદર્ભે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

16 ફેબ્રુઆરી 2018: CBIના પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ચેન્નાઈ એરપોર્ટથી ધરપકડ કરાઈ હતી.

23 માર્ચ 2018: કાર્તિને દિલ્હી સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળ્યા હતાં.

30 મે 2018:પી.ચિદમ્બરમે CBI દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફ આગોતરા જામીનની માગ કરી હતી.

11 જુલાઈ 2019: શીના બોરા હત્યા કેસના આરોપી અને INX મીડિયા એક્ટિવિસ્ટ ઇન્દ્રાણી મુખર્જી આ કેસમાં સરકારી સાક્ષી બન્યા.

22 ઓગસ્ટ 2019: પી. ચિદમ્બરમને દિલ્હીની એક અદાલતમાં રજુ કરવામાં આવ્યા, જેમાં તેઓને 4 દિવસ CBIની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.

ABOUT THE AUTHOR

...view details