- દિલ્હીના પ્રદૂષણથી સોનિયા ગાંધીને જોખમ
- ડૉક્ટરોએ થોડો સમય દિલ્હીથી દૂર રહેવા જવાની આપી સલાહ
- શુક્રવારે પ્રિયંકા અને રાહુલ સાથે નીકળે તેવી શક્યતા
નવી દિલ્હીઃ સોનિયા ગાંધી શુક્રવારે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી સાથે દિલ્હીની બહાર જાય તેવી શક્યતાઓ છે. રાજધાનીમાં સતત વધી રહેલું વાયુ પ્રદૂષણ તેમના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય તેવી ડૉક્ટરો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગત્ત ઑગસ્ટ મહિનામાં હોસ્પિટલમાંથી રજા મળી ગયા બાદ તેઓ દવાઓનું સેવન કરી રહ્યા છે.