બે દિવસ માટે અયોધ્યા પહોંચેલા રાજ્યસભાના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પી ચિદમ્બરમ જેલમાં બહુ એકલા પડી ગયા છે. તેને કંપની આપવા માટે સોનિયા ગાંધીને પણ મોકલીશ.
સ્વામીએ કટાક્ષ કરતા કહ્યું, તિહાડ જેલમાં ચિદંબરમને કંપની કોણ આપશે? સોનિયા, થરુર! - પી ચિદંબરમ
અયોધ્યા: રાજ્યસભા સાસંદ ડો.સુબ્રમણ્યમ સ્વામી શનિવારે 2 દિવસ માટે અયોધ્યા પહોંચશે. સુબ્રમણ્યમ સ્વામીએ કેદ્રિય પ્રધાન અમિત શાહના વખાણ કરતા કહ્યું કે, તેઓએ જે રીતે કલમ 370ને દૂર કરી છે, તે પ્રશંસનીય છે. રાજ્યસભામાં પણ તેને એક તૃતીયાંશ બહુમતીને લઇને પ્રશંસા મળી હતી.
સ્વામીએ કટાક્ષ કરતા કહ્યું, તિહાડ જેલમાં ચિદંબરમને કંપની કોણ આપશે? સોનિયા, થરુર!
પી.ચિદમ્બરમના સવાલ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે પી. ચિદમ્બરમ જેલ એટલા માટે ગયા કે તેઓએ ખોટુ કામ કર્યુ હતું. તેઓએ હિંદુઓને પડકાર્યા હતાં. વધુમાં કહ્યુ કે હિંદુ આતંકવાદના લીધે દેશને ખતરો છે. આજે તે જેલમાં છે કેમ કે આંતકવાદી હિંદુ નથી પણ તેઓએ ખોટા કામો કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કટાક્ષ કરતા કહ્યું કે અત્યારે સોનિયા ગાંધી અને શશિ થરુર દોડમાં છે કે પ્રથણ ચિદંબરમને જેલમાં કંપની આપવા કોણ જશે.