યુપીના સોનભદ્રમાં થયેલા નરસંહારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં 200થી પણ વધુ લોકો જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, 17 જુલાઈએ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઊભા ગામમાં 100 વીઘા જમીન વિવાદે 3 મહિલાઓ સહિત 10 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ સરકાર મોડી મોડી એક્શનમાં આવી હતી, તથા મૃતક પરિવારોને વળતરના ભાગ રૂપે અમુક રાશિ આપવાની જાહેરાત કરી હતી.
સોનભદ્ર ગોળીબારનો વીડિયો આવ્યો સામે, જુઓ આ રીતે થયો હતો નરસંહાર - up
ન્યૂઝ ડેસ્ક : યુપીના સોનભદ્રમાં થયેલા ગોળીબારનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અસંખ્ય લોકો બંદુક તથા લાઠી સાથે જોવા મળી રહ્યા છે. જેમાં ગોળી ચલાવવાનો પણ અવાજ આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઘોરાવલ કોતવાલી ક્ષેત્રમાં ઉભ્ભા ગામમાં જમીનના વિવાદને લઈ આ ગોળીબાર થયો હતો. જેમાં 10 આદિવાસી લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
સોનભદ્ર હત્યાકાંડનો વીડિયો
નોંધ: જો કે, આ વીડિયોને વાયરલ વીડિયો બતાવામાં આવી રહ્યો હોવાથી ઈટીવી ભારત આ વીડિયોની પુષ્ટી કરતું નથી...