હજરતગંજથી શરૂ થયેલો આ રોડ શો કૈસરબાગ, અમીનાબાદ થઈને ઘંટાઘર સુધી ગયો હતો. સોનાક્ષી સિન્હાને જોવા લોકોની ભીડ એકઠી થઈ હતી. આ અગાઉ જ્યારે પૂનમ સિન્હાએ નામાંકન ભર્યું ત્યારે પતિ શત્રુઘ્ન સિંહા પણ હાજર રહ્યા હતાં.
પોતાની માતાના સમર્થનમાં સોનાક્ષી સિન્હાએ લખનઉમાં કર્યો રોડ શૉ - congress
ન્યૂઝ ડેસ્ક: લખનઉ લોકસભા સીટમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂનમ સિન્હાના સમર્થનમાં શુક્રવારે તેમની દિકરી સોનાક્ષી સિન્હાએ રોડ શૉ કર્યો હતો.અહીં તેમની સાથે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ તથા પત્ની ડિંપલ યાદવ પણ હાજર રહ્યા હતાં. ડિંપલે અહીં લોકોને પૂમન સિન્હાને મત આપવા અપિલ કરી હતી.
ians
આપને જણાવી દઈએ કે, અગાઉ શત્રુઘ્ન સિંહાએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મંચ શેર કર્યો હતો તથા અખિલેશ અને માયાવતીની ખૂબ વખાણ કર્યા હતાં. અહીં તેમણે પોતાની જ પાર્ટી વિરુદ્ધ મત પણ માંગ્યા હતાં.