ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુત્ર રાશન લેવા ગયો હતો'ને લઇ આવ્યો વહુ - પુત્ર

લોકડાઉન વચ્ચે કેટલીક જગ્યાઓ પરથી અલગ અલગ સમાચારો સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગાઝિયાબાદથી એવા સમાચાર પણ સામે આવ્યા છે જે સાંભળી તમે પણ ચોકી જશો. રાશન લેવા ગયેલો પુત્ર પરત ફર્યો તો તેની સાથે વહુ પણ આવી. જી... હા.. આ વાત સાચી છે. વધુ માહિતી અંગે જુઓ વિશેષ અહેવાલ...

પુત્ર લેવા ગયો હતો રાશન, લઇ આવ્યો વહુ
પુત્ર લેવા ગયો હતો રાશન, લઇ આવ્યો વહુ

By

Published : Apr 29, 2020, 3:18 PM IST

નવી દિલ્હી : લોકડાઉનના સમયગાળા વચ્ચે પણ લોકો લગ્નની રીત ભાતો નિભાવતા નજરે ચડતા હોય છે. કેટલીક જગ્યાઓ પરથી લગ્નના એવા સમાચાર સામે આવ્યા છે. જેને જાણી તમે પણ ચોકી ઉઠશો. ગાઝિયાબાદમાં રાશન લેવા ગયેલા પુત્રએ લગ્ન કરી લીધા.

ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી ઘરે પરત ફર્યો

લોકડાઉનના સમયમાં પુત્ર શબ્જી અને રાશન લેવા ઘરેથી નિકળ્યો હતો, પરંતુ તે જ્યારે ઘરે પરત ફર્યો, ત્યારે વહુ પણ સાથે લઇ પરત ફર્યો હતો. જે સમગ્ર માહોલ જોતાની સાથેમાં પણ ચોંકી ઉઠી હતી. માં એ ઘરમાં પ્રવેશવાની મનાઇ ફરમાવી, ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

જણાવી દઇએ કે, આ સમગ્ર મામલા બાદ છોકરી અને છોકરો બંને પોલીસ સ્ટેશન પહોંચ્યાં. જ્યાં છોકરાની માતાને પણ બોલાવવામાં આવી હતી. આ તકે છોકરાની માતાએ કહ્યું કે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પુત્રને ઘરમાં આવવાની પરવાનગી નહી આપુ. તે રાશન લેવા ગયો હતો, પરંતુ લગ્ન કરી પરત ફર્યો. હું છોકરીને ઓળખતી નથી તો ઘરમાં કઇ રીતે પ્રવેશ આપું.

હાલમાં આ સમગ્ર મામલાને પોલીસે સમજાવટ કરી અને થાળે પાડ્યો છે. આ તકે છોકરો અને છોકરી બંને સમજાવટ સાથે હાલમાં ભાડાના મકાન પર સ્થાયી થયા છે.

ABOUT THE AUTHOR

...view details