ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડૂ: પિતાના મૃત શરીરને સામે રાખી દિકરાએ સાત ફેરા લીધા - dead body

ચેન્નઈ: તમિલનાડૂના તિંદીવનમમાં એક વિચિત્ર પ્રકારના લગ્ન જોવા મળ્યા હતાં. અહીં એક દિકરાએ પોતાના પિતાના મૃતદેહને સામે રાખી પોતે લગ્નના બંધનમાં જોડાયા હતા. એટલું જ નહીં આ દિકરાએ પિતાના આશિર્વાદ પણ લીધા હતા.

file

By

Published : Aug 11, 2019, 7:43 AM IST

વિલ્લુપુરમના તિંદીવનમમાં દેવમણિ અને સેલ્વીનો પરિવાર રહે છે. તમના દિકરા એલેકઝાંડરના લગ્ન બે સપ્ટેમ્બરના રોજ જગદીશ્વરી સાથે થવાના હતા. એલેકઝાંડર અને જગદીશ્વરી બંને એક જ સ્કૂલમાં શિક્ષક હતા.લગ્ન માટે તમામ લોકોને આમંત્રણ અપાઈ ગયા હતા.

એલેકઝાંડર અને જગદીશ્વરી

પણ બન્યુ એવુ કે, એલેકઝાંડરના પિતાનું અવસાન બરાબર શુક્રવારના રોજ થયું. જો કે, એલેકઝાંડરનો પોતાના પિતાની હાજરીમાં લગ્ન કરવા હતા, તેથી તેણે પરિવાર અને સગાસંબંધીઓની સામે પોતાની ઈચ્છા જણાવી. આશ્ચર્યની વાત તો એ છે કે, તેના પરિવાર અને સગાંસંબંધીઓએ પણ તેની વાતને માની લીધી. પરિવારની અનુમતિ મળતા એલેકઝાંડર અને જગદીશ્વરીએ લગ્ન કરવાનો નિશ્ચય કરી લીધો. ત્યાર બાદ બંનેએ પિતાના મૃતદેહને સામે રાખી લગ્ન કર્યા તથા મૃતદેહના આશિર્વાદ પણ લીધા.

ABOUT THE AUTHOR

...view details