નવી દિલ્હી / પટણા: કોરોના સામે રક્ષણ માટે લાગુ લોકડાઉનમાં કેટલીક તસવીરો સામે આવી છે, જે જોઇને દુખ થાય છે. કોઈ સુટકેસમાં બાળકને ઘરે લઈ જતા માતાની તસવીર, તો જ્યોતિ પિતાને ઘરે લઈ જવા માટે હજારો કિલોમીટર સાઈકલ ચલાવતા હોય તેવા ફોટો સામે આવ્યા છે. આવી જ એક વાર્તા સમસ્તીપુરની પણ છે.
લોકડાઉન લાગુ થયા પહેલા સમસ્તીપુરનો એક મજૂર પરિવાર દિલ્હીથી તેમના ઘરે પરત આવ્યો હતો. પરંતુ પોતાના સંતાનને ત્યાં દિલ્હીમાં એક સગા સાથે છોડી આવ્યા હતા. કોરોના ચેપ વધ્યો, પછી દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ પછી, સંબંધીઓએ નિર્દોષને બાળકને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.સબંધીઓને ઘરની બહાર કાઢી મુક્યા બાદ નિર્દોષ બાળક દિલ્હીના દ્વારકામાં આવેલા એક પાર્કમાં રહેવા માટે કામચલાઉ ઘર બનાવી લીધું. ઘરે વાત કરવા માટે તેની પાસે ફોન પણ ન હતું કે ન તો તેની પાસે પૈસા હતા. ઉપરથી રસ્તાઓ સુમસામ હતી,આવી સ્થિતિમાં તે શું કરે તે તેણે સમજાતું ન હતું.
આ બાળક પાર્કમાં કૂતરાઓ સાથે સૂવા માટે મજબૂર બન્યો હતો.પાર્કમાં દરરોજ કૂતરાઓને ખવડાવનારી મહિલા યોગિતાએ જ્યારે આ બાળકને પહેલીવાર જોયું ત્યારે વધારે ધ્યાન આપ્યું ન હતું. જોકે બાદમાં યોગિતાએ બાળકથી વાત કરી અને તેના વિશે જાણ્યું હતું.