ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPના જલાઉન શહેરમાં પુત્રએ પિતાની હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવતા હાહાકાર

પિતા-પુત્રના સંબંધને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુત્રએ જ પિતાની કુહાડી મારીને હત્યા કરી હતી અને મૃતદેહને ખેતરમાં સળગાવી દીધો હતો. બાદમાં આ ઘટના અંગે જાણ થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરતાં પુત્રની પૂછપરછ કરી હતી. જેમાં તેેને પોતાનો ગુનો કબૂૂલતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂઝ
ન્યૂઝ

By

Published : Jun 12, 2020, 2:47 PM IST

ઉત્તરપ્રદેશઃ જલાઉન શહેરના સિરસા કલર પોલીસ સ્ટેશન વિસ્તારના નિભાણા ગામમાં નરેશ નામના યુવકે પોતાના પિતાની કુહાડી મારીને હત્યા કરી હતી. બાદને મૃતદેહને ખેતરી સળગાવીને તે ઘરે પરત આવી સૂઈ ગયો હતો. ઘરે આવવાનો સમય થતાં નરેશના પિતા વિશ્રામસિંહ ઘરે ન આવતાં પરિવારે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પરિવાજન ખેતરમાં પહોંચતા કાળજુ કંપાવનાર દ્રશ્ય જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.

બાદમાં મૃતકના પરિવારે ઘટનાની જાણ કરતાં પોલીસ તાત્કલિક ધોરણે ઘટસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના પુત્ર નરેશની પૂરપરછ કરતાં તેનો પોતાનો ગુનો કબૂલ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને તેની પાસેથી હત્યાનુ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના ઉરઇના મુખ્યમથકથી 2 કિલોમીટર દૂર આવેલા સિરસા કલારના નિભના ગામની છે. જ્યાં ગામનો યુવક નરેશ ખેતરમાં કેરીના ઝાડની સાચવતો હતો અને તેના પિતા વિશ્રામસિંહ ખેતરમાં જતા હતા. તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે કોઈ ઝઘડો થયો હતો અને વિવાદ એટલો વધી ગયો કે, પુત્રએ ગુસ્સામાં આવીને નિર્દયતાથી પિતાની કુહાડી વડે હત્યા કરી હતી. ત્યારબાદ તેણે લાકડા ભેગા કરીને મૃતદેહને ખેતરમાં સળગાવી દીધો હતો.

ઘરે આવવાનો સમય થયા બાદ પણ વિશ્રામસિંહ પરત આવતા પરિવારના સભ્યો વૃદ્ધની શોધમાં ખેતરમાં ગયા હતા. ત્યાં મૃતદેહ જોતા પરિવારના સભ્ય સ્તબ્ધ થઈ ગયા હતા. બાદમાં પરિવારે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે સઘન તપાસ કરી જેમાં આરોપી પુત્રની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details