ઉત્તર પ્રદેશઃ કોરોના વાઈરસને કારણે ગરીબી રેખા નીચે જીવતા લોકો અને પેન્સન પર નિર્ભર ઘરડા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આવો જ એક ઘટના કાનપુરમાં સામે આવી છે. એક ઘરડી મહિલાને સારવાર માટે રેકડી પર લઈ પહેલા બેન્ક લઈ જવી પડી બાદમાં તેના ખાતામાંથી પેન્શનની રકમ ઉપાડી તેની દવાની વ્યવસ્થા કરવામાં આવી.
આ સંકટની ઘડીમાં અનેક લોકો જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. ગરીબ લોકોને ભોજન આપી રહ્યાં છે અને જીવન જરૂરી વસ્તુઓ પુરી પાડવામાં આવી રહી છે, પરંતુ કાનપુરમમાં એક એવી ઘટના બની છે, જે જોઈ તમને પણ આશ્ચર્ય થશે. કાનપુરમાં એક યુવક પોતાની માંને રેકડીમાં સારવાર માટે લઈ જઈ રહ્યો હતો. જેની માં ખુબ બિમાર છે, પણ તે યુવક હાલ લોકાડઉનને કારણે બેરોજગાર હોવાથી માંની સારવાર કરાવવાના પણ પૈસા નથી.
કાનપુરમાં બેરોજગાર પુત્ર માતાની સારવાર માટે ખુબ જ મથ્યો, આખરે રેકડીમાં લઈ ગઈ... - કોરોના વાઈરસ અસર
કોરોનાની સકંટની ઘડીમાં સમાન્ય માણસથી લઈ ધનાઢ્ય લોકો જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યાં છે, પરંતુ છતાં કેટલાક એવા લોકો છે જેને ખરેખર મદદની જરૂર હોવા છતાં પણ મદદ મળતી નથી. કાનપુરમાં બનેલી આ ઘટના પરથી સાબિત થાય છે કે, ખરેખર ગરીબ લોકો હાલ સમસ્યામાંથી પસાર થઈ રહ્યાં છે.
કાનપુરમં બેરોજગાર પુત્રએ મા ની સારવાર માટે ખુબ જ મથ્યો,
પુત્રએ માંની સારવાર માટે પૈસની વ્યવસ્થા કરવાની કોશિશ કરી, પરંતુ કંઈ થયું નહી. જેની તેની બિમાર ઘરડી માંને રેકડીમાં પહેલા બેન્કે લઈ ગયો, ત્યાંથી પેન્શનની રકમ ઉપાડ્યા બાદ દવાની વ્યવસ્થા થઈ હતી.