ગાઝિયાબાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારના રોજ હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. મૃત્યુ પહેલા સાંજે 5 વાગે રાજીવ ત્યાગી એક ટીવી ચેનલ પર ડિબેટ કરી રહ્યા હતા. તેમના મૃત્યુથી કોંગ્રેસ પાર્ટી અને કાર્યકર્તાઓને આઘાત લાગ્યો હતો. આજે ગુરુવારના રોજ તેમના અંતિમ સંસ્કાર હિંડન ઘટપર કરવામાં આવ્યા હતા. જેમાં સેંકડો લોક સામેલ થયા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીના અંતિમ સંસ્કાર, અનેક કાર્યકર્તાઓ રહ્યા હાજર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હાર્ટ એટેકના કારણે આકસ્મિક અવસાન થયું હતું. તેમના મૃત્યુથી કોંગ્રેસ પાર્ટી અને કાર્યકર્તાઓને આઘાત લાગ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર આજે હિંડન ઘટપર કરવામાં આવ્યા હતા. જેમાં સેંકડો લોકો સામેલ થયા હતા.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રદેશ મહામંત્રી વિરેન્દ્રસિંહ ગુડ્ડુએ જણાવ્યું કે રાજીવ ત્યાગીના અચાનક નિધનથી કોંગ્રેસ કાર્યકર્તઓને આઘાત લાગ્યો હતો. જિલ્લા કોંગ્રેસ કમિટી ગાઝિયાબાદના જિલ્લા અધ્યક્ષ બિજેન્દ્ર યાદવએ કહ્યું કે આજે અમારી વચ્ચેથી પ્રખર વક્તા ચાલ્યા ગયા છે.
મહાનગર ઉપાધ્યક્ષ પૂજા મહેતાએ કહ્યું આજ કોંગ્રેસ પાર્ટીએ તેનું મહત્વપૂર્ણ અંગ ગુમાવ્યું છે. તેમણે પાર્ટીના દરેક કાર્યકર્તાને આગળ વધવાની પ્રેરણા આપી હતી. કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીના અંતિમ સંસ્કારમાં ફક્ત કોંગ્રેસ પાર્ટી નહીં પરંતુ અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓ પણ જોવા મળ્યા હતા.