કલકત્તા : પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે, આજકાલ કેટલાક લોકો કંઇક વધારે જ કોરોના-કોરોના કરી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, “આ સત્ય છે કે કોરોના વાયરસ એક ખતરનાક બીમારી છે, પરંતુ તેના પર ડર ન બનાવવો જોઇએ.” મમતા બેનર્જીએ કહ્યું કે, “કોરોના વાયરસ વિશે ચર્ચા કરવામાં આવવી જોઇએ, પરંતુ ત્યારે જ્યારે તેના વિશે કેસ સામે આવે.” મમતા બેનર્જીએ કહ્યું કે, “અમે નથી ઇચ્છતા કે કોરોના ફેલાય, પરંતુ તેમને પણ યાદ કરવા જોઇએ જેઓ દિલ્હી હિંસામાં માર્યા ગયા છે.”
દિલ્હી હિંસાથી ધ્યાન હટાવવા માટે કોરોનાનો ભય ફેલાવાની કોશિશ : મમતા બેનર્જી - delhi violence
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે એક આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં હિંસા ચાલી રહી છે. જેથી લોકોનો ઘ્યાન હટાવવા માટે કોરોના વાયરસનો ભય લોકોમાં ફેલાવવામાં આવી રહ્યો છે.
તો આ સાથે જ મમતા બેનર્જીએ દિલ્હી હિંસાની ચર્ચા કરતા કહ્યું કે, “જો આ લોકો વાયરસથી મર્યા હોત તો ઓછામાં ઓછું એ કહેવામાં આવ્યું હોત કે આ લોકો એક ખતરનાક બીમારીથી મર્યા છે, પરંતુ અહીં સ્વસ્થ લોકોને બેરહેમથી મારવામાં આવ્યા છે. આ લોકો માફી પણ નથી માંગતા, તેમના ઘમંડને જુઓ, પરંતુ તે લોકો કહી રહ્યા છે કે ગોળી ચલાવો. હું તેમને ચેતવણી આપવા ઇચ્છુ છું. બંગાળ, યુપી એક નથી.”
મુખ્યપ્રધાન મમતાએ કહ્યું કે, “ઘણા બધા લોકો છે જે ઘાયલ છે. અનેક મૃતદેહો હજુ પણ મળવાના બાકી છે, ઘણાની ઓળખ બાકી છે. અત્યાર સુધીમાં 40થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. હવે સરકારે જવાબ આપવો જોઇએ મરનારા હિંદુ હતા, મુસલમાન હતા અથવા ભારતીય. ” મમતાએ કહ્યું કે “ભાજપ ફક્ત ધ્રુણાની રાજનીતિ કરે છે. એવું દર્શાવવામાં આવે છે કે દિલ્હીમાં હિંસા થઈ છે, પરંતુ આ હિંસા નથી નરસંહાર છે.”