મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને કોંગ્રેસના નેતા યશોમતી ઠાકુરએ શુક્રવારે દાવો કર્યો કે, રાજ્યના ભાજપના 105 ધારાસભ્યો તેમના પક્ષ સાથે સંપર્કમાં છે અને જો તેઓના નામ જાહેર કરવામાં આવે તો ભૂકંપ આવા જશે. ભાજપમાં 'સત્તાની ભૂખ' અને તેમના 'ગંદા રાજકારણ' માટે વિરોધી પક્ષ પર પ્રહાર કરતા ઠાકુરે કહ્યું કે, મહારાષ્ટ્રએ દેશને એક નવો સૂત્ર આપ્યો છે.
તેમણે એમ પણ કહ્યું કે, શિવ સેનાની સરકાર સ્થિર છે. ટ્વિટર પર વીડિયો સંદેશ શેર કરતા ઠાકુરે ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેઓ એવા લોકો સાથે જોડાયેલા છ જેઓ બહારના છે. ઠાકુરે કહ્યું, 'તે બતાવે છે કે તેઓ કેટલા નબળા છે. ભાજપના 105 ધારાસભ્યોમાંથી કેટલા અન્ય પક્ષોમાંથી આવ્યા છે? શું તમે બાંહેધરી આપો છો કે તેઓ હંમેશા ભાજપ સાથે રહેશે? પાર્ટીના 105 ધારાસભ્યોમાંથી, કોંગ્રેસના સંપર્કમાં હોય તેવા ધારાસભ્યોના નામ લેવાથી ભૂકંપ આવી જશે.