મુંબઇ: દેશભરમાં લોકડાઉનને કારણે 31 મે સુધી વ્યાપારી ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. કેટલીક એરલાઇન્સ કંપનીઓએ જૂનથી ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે, સૂત્રો દ્રારા આ માહિતી આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, કોવિડ -19ને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન 25 માર્ચથી સ્થગિત તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હાલમાં ઓછામાં ઓછા 31 મે સુધી બંધ છે અને કામગીરી શરૂ કરવા અંગે સરકાર દ્વારા કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, સ્થાનિક વિમાનમથકોએ જૂનથી તેમની ફ્લાઇટ બુક કરવાનું શરૂ કરી દીધું છે.
જ્યારે સ્પાઇસ જેટના સુત્રનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, કંપનીએ 15 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે.