શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાલાકોટમાં નિયંત્રણ રેખાની બાજુમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનની સેનાએ ભારતીય સીમા પર ફાયરિંગ કર્યું હતું.
પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકીઓને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું, જેમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.

પાકિસ્તાન સરહદ પર તેની નાપાક હરકોતો કરી રહ્યું છે. આ પહેલા પણ પાકિસ્તાની સેનાએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ અને કઠુઆ જિલ્લાઓના આગળના વિસ્તારોમાં નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદની બાજુમાં મોર્ટાર ફાયરિંગ કર્યું હતું.
આ પછી ભારતીય સેનાએ પણ પલટવાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક પશુને ઈજા પહોંચી હતી અને એક ઘરને નુકસાન થયું હતું.