નવી દિલ્હીઃ તિહાર જેલમાં કોન્સ્ટેબલ દ્વારા ચરસની હેરાફેરીનો બનાવ સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
તિહાડ જેલમાં માદક પદાર્થોની હેરાફેરી કરતો વોર્ડન ઝડપાયો - તિહાર જેલમાં માદક પદાર્થોની હેરફેર કરતો સૈનિક ઝડપાયો
દેશની સૌથી સુરક્ષિત ગણાતી તિહાડ જેલમાં ચરસ જેવા માદક પદાર્થોની હેરફેરનો મામલો સામે આવ્યો છે. જેમાં જેલના જ એક વોર્ડનને પકડવામાં આવ્યો છે.
તિહાર જેલમાં માદક પદાર્થોની હેરફેર કરતો વોર્ડન ઝડપાયો
આ કોન્સ્ટેબલ તેના બૂટમાં ચરસ સંતાડીને લઈ જતો હતો. જેથી કોઈ તેના પર શંકા ન કરે. જો કે જેલના અધિકારીઓને બાતમી મળતા તેની જડતી લેવામાં આવી હતી. જે દ્વારા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
તિહાડ જેલના એડિશનલ આઇજી રાજકુમારે પણ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, જેલ નંબર ૧નો વોર્ડન ચરસની હેરાફેરી કરતો ઝડપાયો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.