ગુજરાત

gujarat

માટી દ્વારા ફેલાતો કૃમિનો ચેપ અને કૃમિ દૂર કરવા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા મુજબ ભારતમાં 1 થી 14 વર્ષની વય જૂથ વચ્ચેના 24.1 કરોડ બાળકોને કૃમિનો ચેપ લાગવાનું જોખમ રહેલું છે. તેઓને જો સમયસર સારવાર પૂરા પાડવામાં નહી આવે તો પરિસ્થિતિ કથળી શકે છે.

By

Published : Oct 31, 2020, 9:44 PM IST

Published : Oct 31, 2020, 9:44 PM IST

માટી દ્વારા ફેલાતો કૃમિનો ચેપ
માટી દ્વારા ફેલાતો કૃમિનો ચેપ

ન્યૂઝ ડેસ્કઃ આરોગ્યની કેટલીક સ્થિતિ સ્કુલમાં બાળકોની ઉત્પાદકતામાં ઘટાડો કરે છે, તેઓની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે, અને તેઓને આળસુ અને બેદરકાર બનાવે છે. આરોગ્યની આ પ્રકારની સ્થિતિ માટેનું એક કારણ આરોગ્ય અને સ્વચ્છતાની પ્રેક્ટિસ હોઇ શકે છે. વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી અને યોગ્ય સેનિટાઇઝેશનનો અભાવના કારણે બાળકો અનેક રોગોનો અને વિવિધ પ્રકારના ચેપનો ભોગ બની શકે છે. બાળકોને લાગતા વિવિધ પ્રકારના ચેપ પૈકીનો એક ચેપ છે સોઇલ ટ્રાન્સમિટેડ હેલ્મિન્થ ઇન્ફેક્શન(માટી દ્વારા ફેલાતા હેલ્મિન્થ-STH-નામની કૃમિનો ચેપ) અથવા પેટના કરમિયા, જે બાળકોને લાગતા ચેપ પૈકી સોથી વધુ સામાન્ય ચેપ ગણાય છે, વિશેષ કરીને ગ્રામ્ય પ્રદેશોમાં રહેતા બાળકોમાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા મુજબ ભારતમાં 1 થી 14 વર્ષની વય જૂથ વચ્ચેના 24.1 કરોડ બાળકોને કૃમિનો ચેપ લાગવાનું જોખમ રહેલું છે. તેઓને જો સમયસર સારવાર પૂરા પાડવામાં નહી આવે તો પરિસ્થિતિ કથળી શકે છે.

આ અંગે વધુ માહિતી મેળવવા અમે હૈદરાબાદની રેઇનબો ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. વિજયઆનંદ જમાલપુરી, MD, MRCPCH (UK) ની સાથે વાત કરી હતી. STH અને કૃમિ કેવી રીતે દૂર કરવી તે અંગે તેમણે આપેલી વિગતો નીચે મુજબ છે.

STHનો ચેપ કેવી રીતે ફેલાય છે?

ડો. વિજયઆનંદે કહ્યું હતું કે સોઇલ ટ્રાન્સમિટેડ હેલ્મિન્થ અથવા પેરાસાઇટ વોર્મ(કૃમિ)નો ચેપ સામાન્ય રીતે ગંદી ખાદ્ય સામગ્રી કે ગંદા હાથ દ્વારા ફેલાતો હોય છે. સૌથી સામાન્ય જે કીડા છે તેમાં રાઉન્ડવોર્મ, વ્હીપવોર્મ અને હૂકવોર્મનો સમાવેશ થાય છે. જ્યારે કોઇ સંક્રમિત વ્યક્તિ જાહેરમાં કુદરતી હાઝતે જાય છે, ત્યારે વયસ્ક કીડાના ઇંડા તેઓના મોં વાટે મળ દ્વારા માટીમાં નાંખે છે. આમ આ ગંદી થયેલી માટી જુદા જુદા માર્ગે ચેપ ફેલાવે છે, દૃષ્ટાંત તરીકે ખાતાં પહેલાં ફળે કે શાકભાજી ધોવામાં ન આવે તો, અથવા તેઓને કાચા ખાવામાં આવે તો, જમતા પહેલાં હાથ ધોવામાં ન આવે તો, કુદરતી હાઝતે ગયા બાદ હાથ ધોવામાં ન આવે તો અથવા ગંદુ પાણી પીવામાં આવે તો ચેપ લાગી શકે છે.

આ કૃમિ શું કરે છે?

અમારા નિષ્ણાતોએ સમજાવ્યું હતું કે એકવાર આ કૃમિ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારબાદ તે સીધા આંતરડામાં જતાં રહે છે, ત્યાં ચોંટેલા રહે છે અને પોષક તત્વોને ખાવાનું શરુ કરે છે. તે ઉપરાંત તે આંતરડાના ઉપલા પડને નુકસાન પહોંચાડે છે જેના કારણે શરીરની શોષણ પ્રક્રિયામાં અવરોધ પેદા થાય છે. પરિણામ સ્વરૂપે આંતર રક્તસ્ત્રાવના કારણે થતાં એનિમિયા અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે કુપોષણ જેવા રોગ થાય છે. તે ઉપરાંત બાળકોની વિચાર કરવાની શક્તિ અને શારીરિક વિકાસમાં પણ અવરોધ પેદા થાય છે.

ગંભીર કિસ્સામાં આંતરડા જામ થઇ જાય છે અને ઓપરેશન કરાવવાની નોબત આવી શકે છે. તેથી વિશેષ કરીને બાળકોમાં લાંબા સમય સુધી મોટી સંખ્યામાં કૃમિનો જથ્થો થઇ જતો રોકવા સમયાંતરે અર્થાત દર એક વર્ષે શરીરમાંથી આ પ્રકારના કૃમિ દૂર કરાવવાની સારવાર કરાવવી આવશ્યક છે.

કૃમિ દૂર કરાવવાનું મહત્વ

  • જો બાળકોના શરીરમાંથી સમયે સમયે કૃમિ દૂર કરાવવામાં આવે તો
  • શારીરિક વિકાસ માટે પોષક તત્વોનું યોગ્ય રીતે ગ્રહણ કરી શકાશે
  • સ્કુલમાં બાળકની હાજરી અને ઉત્પાદકતામાં વધારો થશે.
  • આસપાસના સમુદાયમાં લાંબા સમય સુધી કૃમિનો જથ્થો એકઠો થલવાનું પ્રમાણ ઘટશે.
  • તેમ કરવાથી એનિમિયા અને પેઢાના રોગોમાં ઘટાડો થશે.
  • તેમ કરવાથી બાળ વધુ સક્રિય અને સક્ષમ બનશે.

ધ્યાન રાખવા જેવા કેટલાંક ચિહ્નો

જો તમને એમ લાગતું હોય કે તમારા બાળકને આંતરાડામાં કૃમિ પડ્યા છે તો ડો. વિજયઆનંદ દ્વારા સૂચવેલા કેટલાંક ચિહ્નો આ મુજબ છે જેના ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

બાળક પીળું દેખાવું

  • એનિમિયા (લોહીની કમી)
  • આળસુ બની જવું અને પ્રવૃત્તિ ઘટાડવી
  • ચિઢિયાપણુ
  • વારંવાર થાકી જવુ
  • પેઢામાં દુઃખાવો થવો
  • વારંવાર ઝાડા થઇ જવા
  • ડાયેરિયા અથવા ઝાડા
  • ભૂખ ઓછી થઇ જવી
  • શાળાકીય પ્રવૃત્તિઓના દેખાવમાં ઘટાડો થવો
  • ઘણીવાર કૃમિ મળની સાથે પણ બહાર નીકળી જાય છે.

કૃમિ દૂર કરાવવાની કોને જરૂર પડે છે

દર વર્ષે ઓછામાં ઓછું એકવાર પેટમાંથી કૃમિ સાફ કરાવવા જોઇએ, જેના માટે દેશમાં પ્રત્યેક બાળક કૃમિ રહિત બને એવા શુભ આશયથી દર વર્ષે 10 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટના રોજ નેશનલ ડિવોર્મિંગ ડે (એનડીડી) ઉજવવામાં આવે છે. કૃમિ દૂર કરાવવાની પ્રક્રિયા સામાન્ય રીતે 19 વર્ષની ઉંમર સુધી જરૂરી છે.

જો કે આ ચેપ વયસ્ક લોકોને પણ લાગુ પડે છે, પરંતુ બાળકોમાં અવાર-નવાર જોવા મળે છે. આ ફક્ત ચેપ નથઈ પરંતુ પેટમાં કૃમિનો મોટા પ્રમાણમાં જમાવડો છે, અર્થાત તેઓ વર્ષો સુધી પેટમાં ટકી રહે છે અને શરીરના વિકાસ માટેના જરૂરી પોષક તત્વો આરોગી જાય છે. જેના પગલે બાળકની ઉત્પાદકતામાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી શકે છે. અલબત્ત આ કોઇ ગંભીર બિમારી પણ નથી અને તેનાથી જીવની સામે કોઇ જોખમ પણ નથી, પરંતુ તે આંતરડા જામ કરી દેવાની અથવા તો એનિમિયા જેવી લાંબા સમયની સમસ્યા ઉભી કરી શકે છે એમ નિષ્ણાતોનું કહેવું છે.

તેથી બાળક શારીરિક રીતે ખુબ જ નાજૂક અને નબળુ હોઇ તેઓના પેટમાંથી વર્ષમાં એકવાર કૃમિ દૂર કરાવવાની પ્રક્રિયા અવશ્ય હાથ ધરવી જોઇએ. જો તમે પૂર્વકથિત કોઇ ચિહ્ન જુઓ તો તાત્કાલિક કોઇ ડોક્ટર કે બાળરોગના નિષ્ણાતનો સંપર્ક કરો, જેથી કરીને સમયસર ચેપની સારવાર કરાવી શકાય. નેશનલ હેલ્થ પોર્ટલ (એનપીએચ) ઉપર ચેપને અટકાવવાની નીચે મુજબના પગલાં દર્શાવવામાં આવ્યા છે.

  • ખુલ્લામાં હાઝતે ન જતાં સ્વચ્છ ટોઇલેટનો ઉપયોગ કરો
  • હાથ ધોવાં, વિશેષ કરીને જમતા પહેલાં અને દરતી હાઝતે ગયા બાદ
  • સ્લિપર કે ચપ્પલ પહેરવા
  • ફળો અને શાકભાજીને સલામત અને શુદ્ધ પાણીથી ધોવા
  • યોગ્ય રીતે રંધાયેલો ખોરાક જ ખાવો

ABOUT THE AUTHOR

...view details