હૈદરાબાદ: આપણે, માનવો, સામાજિક પ્રાણીઓ છીએ. આપણને માનવ સંગાથ જોઈતો હોઈએ છીએ. તે આપણો સ્વભાવ છે. આદિ કાળથી માનવ જૂથો, પછી તે મોટાં હોય કે નાનાં, તેમાં રહેતો આવ્યો છે. પરંતુ સમય હવે બદલાઈ ગયો છે. આપણે હવે એવા સમયમાં રહીએ છીએ જ્યાં માનવની આ જ નિકટતાએ જ્યાં અગાઉના માણસને ટકવામાં અને વિકસવામાં મદદ કરી ત્યારે અત્યારે તે કરુણ અંત તરફ લઈ જઈ શકે છે. નવા કૉરોના વાઇરસે આપણી વાસ્તવિકતા બદલી નાખી છે. તેણે ગર્વશાળી માનવને બતાવી દીધું છે કે કુદરત જ એવી છે જે બધું નિયંત્રિત કરે છે. તેણે આપણને બતાવ્યું છે કે આપણી તમામ તથાકથિત શક્તિ છતાં, જો પ્રકૃત્તિ મા ઈચ્છે તો તે આપણને ઘૂંટણિયે પાડી શકે છે.
આપણી તમામ શક્તિના લીધે મજબૂત સામાજિક બંધનો જાળવી રાખવાની આપણી ક્ષમતાનો આપણે માનવો હંમેશાં ગર્વ કરતા આવ્યા છીએ, પરંતુ કૉવિડ-૧૯એ આપણો તે ગર્વ પણ છિનવી લીધો છે. જોકે સંગાથ શોધવાની આપણી વૃત્તિ મજબૂત છે, આથી જ્યારે વિશ્વ થંભી ગયું છે, તમામ ખૂણે વાર્તાલાપો અટકી ગયા છે, લોકો એકબીજાથી અંતર રાખી રહ્યા છે, ત્યારે આપણે વર્ચ્યુઅલ વિશ્વને અંગીકાર કરવાનું શરૂ કર્યું છે. ભૌતિક રીતે વાર્તાલાપ કરવા અસમર્થ લોકો ઉત્સાહ સાથે સૉશિયલ મિડિયામાં ચાલ્યા ગયા છે. સૉશિયલ મિડિયાએ લોકોને જોડવા માટે માત્ર સેતુનું જ કામ નથી કર્યું, પરંતુ મોટા ખેલાડીઓ લોકો માટે માહિતીના મુખ્ય સ્રોત તરીકે ઉભર્યા છે, જે છેવટે તેમની નિર્ણય લેવાની પ્રક્રિયા પર અસર કરે છે, ખાસ કરીને કટોકટી દરમિયાન. જોકે સૉશિયલ મિડિયા દ્વારા માહિતીનો પ્રવાહ વરદદાનરૂપ છે તેમ છતાં ચિંતા કરવાનું કારણ છે- ખોટી માહિતીનો પ્રવાહ. વિશ્વ આરોગ્ય સંસ્થાને ચિંતા છે કે કૉવિડ-૧૯ અંગેની ચોક્કસ અને અચોક્કસ (ખોટી) માહિતીના વધુ પડતો પ્રવાહ-‘માહિતીમારી’ (ઇન્ફૉડેમિક) તેને અંકુશમાં રાખવાના પ્રયાસોને વ્યર્થ કરી દેશે.
સૉશિયલ મિડિયાની કંપનીઓ ખોટી માહિતીને અટકાવવામાં તેમની નિષ્ફળતા માટે હંમેશાં સ્કેનર હેઠળ રહી છે, પરંતુ આ વખતે નિષ્ફળતા કોઈ વિકલ્પ નથી. મહામારી આ કંપનીઓ માટે માત્ર પડકાર તરીકે જ નથી બહાર આવ્યો પરંતુ તેમના માટે ભૂતકાળની ભૂલો સુધારવાની તક પણ છે અને સૉશિયલ મિડિયાની મોટી કંપનીઓ પોતાને યોગ્ય સાબિત કરવા તમામ પ્રયાસો કરી રહી છે.
કેમ્બ્રિજ એનાલિટાકા કૌભાંડ પછી ફેસબુકે લાખો લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો, તેમ છતાં ફેસબુકે ખોટી માહિતી ફાટી નીકળી તેની શરૂઆતથી તેની સામે મજબૂત અને વ્યવસ્થિત રીતે લડતનું નેતૃત્વ કર્યું છે. ટ્વિટર અને યૂ ટ્યૂબ જેવી સૉશિયલ મિડિયાની મોટી કંપનીઓએ પણ ખોટી માહિતીનો પ્રવાહ અટકાવવા પગલાં લીધાં છે પરંતુ દરેકે હજુ ઘણું કરવાનું રહે છે.
માહિતીના વધુ પડતા પ્રવાહની સમસ્યાનો હલ
સૉશિયલ મિડિયાની કંપનીઓ તેમના મંચો પર સામગ્રીને પ્રોત્સાહિત, અનુત્સાહિત કે સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી શકે છે. ફેસબુક અનુસાર, સરેરાશ વપરાશકાર તેમના સમાચારપ્રવાહમાં માત્ર ૧૦ ટકા જ સમાચાર જુએ છે અને મંચો કઈ રીતે સમાચાર/વાર્તા આવશે તે નક્કી કરીને વપરાશકારો શું જોશે તે નક્કી કરે છે. પૉસ્ટને પ્રતિબંધિત કરવી તે પણ અઘરું સાબિત થઈ શકે છે કારણકે તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર વિરુદ્ધ જાય છે.
ફેસબુક જેવી કંપની ત્રાહિત માહિતી તપાસનાર અને આરોગ્ય સત્તાવાળાઓ પર આધાર રાખે છે જે સમસ્યારૂપ સામગ્રીને નિશાનબદ્ધ કરે છે અને જે તે કસોટીમાં નિષ્ફળ જાય તે પૉસ્ટને દૂર કરે છે. તે તેની ભગિની ઍપ ઇન્સ્ટાગ્રામ પર ખોટી માહિતી ફેલાવે તેવા હૅશટેગને પ્રતિબંધિત કરે છે અથવા નિયંત્રિત કરે છે.
બીજી તરફ, ટ્વિટર અને યૂ ટ્યૂબ તેમના પ્રયાસોમાં ઓછા સાતત્યપૂર્ણ રહ્યાં છે. ટ્વિટર કહે છે કે તેણે દુષ્ટ વર્તણૂંક સામે રક્ષા કરવા માટે કાર્ય કર્યું છે. ટ્વિટરના ભરોસા અને સુરક્ષા (ટ્રસ્ટ ઍન્ડ સૅફ્ટી)ના ઉપાધ્યક્ષ ડેલ હાર્વેએ કહ્યું હતું કે તેઓ વિકૃતિકરણ અથવા ખોટી માહિતીના કોઈ પણ પ્રયાસને દૂર કરશે. યૂ ટ્યૂબ ચેપને અટકાવવાનો દાવો કરતા વિડિયો દૂર કરે છે. જોકે એકેય કંપની પાસે મજબૂત માહિતી-તપાસ આધારિત ખોટી માહિતી અટકાવવાની પારદર્શી નીતિ નથી.
બધા ત્રણેય મંચો સમસ્યારૂપ સામગ્રીને અનુત્સાહિત કરી રહ્યા છે અને અધિકૃત સ્રોતોવાળી સામગ્રીને પ્રોત્સાહિત કરે છે પરંતુ માહિતી તપાસ ચકાસવાનાં સાતત્યપૂર્ણ ધોરણોના અભાવે નિયમવિહીન અવ્યવસ્થા સર્જાય છે જ્યાં ખોટી માહિતી, ખાસ કરીને ટ્વિટર દ્વારા, સરકી શકે છે.
સત્તાધારી કડક લોકો સામે ઝૂકી જવાના વિચારથી પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે. દા.ત. @realDonaldTrump ને સત્તાધારી કડક વ્યક્તિ કહી શકાય જે અમેરિકાના પ્રમુખ છે અને પ્રમુખ ટ્રમ્પ પોતે જ ખોટી માહિતીને ટ્વીટ કરતા રહ્યા છે. અન્ય અનેક પ્રભાવશાળી વ્યક્તિઓ જે ભલે સત્તાધારી કડક વ્યક્તિ તરીકે નિયુક્ત નથી, તેમણે પણ ખોટી માહિતીનો પ્રસાર કર્યો છે. ટેસલા અને સ્પેસઍક્સના સ્થાપક એલોન મસ્કે તેમના ૩.૨૦ કરોડ અનુચરો કોરોના વાઇરસ અંગે ખોટો દાવો ટ્વીટ કર્યો હતો અને ટ્વિટરે તેમનું ટ્વીટ દૂર કરવા નકાર્યું હતું. ધ એપોનિમસ સિક્યૉરિટી સૉલ્યૂશન્સ કંપનીના સ્થાપક જૉન મેકફીએ પણ કોરોના વાઇરસ અંગે ખોટી માહિતી ટ્વીટ કરી હતી. તે ટ્વીટ દૂર કરાયું પરંતુ તે પહેલાં તે વ્યાપક રીતે પ્રસારિત થઈ ચૂક્યું હતું.