સરકારે રજૂ કરેલાં આર્થિક સર્વે પરથી સ્પષ્ટ થાય છે કે, નાણાપ્રધાન નિર્મલા સીતારમન સામે અનેક પડકારો છે અને તેઓ સામાન્ય વ્યક્તિની આશાઓ પર ખરા ઉતરી શકે છે કે નહી તે જોવું રહ્યું. હવે આગામી વર્ષ માટે નિતીગત નિર્ણયો લેવાના સંકેત મળી રહ્યા છે. મોદી સરકારની સેકન્ડ ઈનિંગ્સનું પ્રથમ બજેટ શુક્રવારે રજૂ થશે.
સંસદમાં આર્થિક સર્વેઃ GDP ગ્રોથ 7 ટકા રહેવાનું અનુમાન આ સર્વેક્ષણ રીપોર્ટ અનુસાર દેશમાં વિદેશી હૂંડિયામણની અનામત ધારણા મુજબ રહી છે. 14 જૂન સુધી વિદેશી હૂંડિયામણની અનામત 42,220 કરોડ ડૉલર હતી. જેથી વિદેશી રોકાણકારોનો ભારત પર વિશ્વાસ વધ્યો છે. ત્યારે 2018-19માં ચોખ્ખી FDI 14.2 ટકા વધવાનું અનુમાન છે. તો બીજી તરફ સર્વે અનુસાર એનપીએ વધવાથી બેંકોના સરવૈયા પર દબાણ આવ્યું જોવા મળ્યું છે. એનપીએની સમસ્યા સરકારી બેંકોમાં વધારે જોવા મળી છે. જેના કારણે રોકાણ દરમાં ઘટાડો અટકી ગયો છે.
ઈન્ડસ્ટ્રીઝના ક્રેડિટ ગ્રોથમાં થોડી ઝડપ આવી છે. 2018ના બીજા છ મહિનામાં ક્રેડિટ ગ્રોથ વધતી જોવા મળી રહી છે. જો કે ,NBFC લેન્ડિંગમાં ઘટાડાથી ગ્રોથ પર અસર પડી છે. NBFCના લેન્ડિંગમાં ઘટાડાથી ઓટોમોબાઈલ સેકટરના વેચાણમાં ઘટાડો થયો છે, પણ સીમેન્ટ ઉત્પાદન અને સ્ટીલના વેચાણમાં વધારો થયો છે. સાથે કન્સ્ટ્રક્શન સેકટરના ગ્રોથમાં સુધારો આવ્યો છે. આમ, કન્સ્ટ્રક્શનમાં સુધારો થવાથી IIP ગ્રોથ સારો થયો છે.
સર્વેમાં જણાવ્યાનુસાર, સીમેન્ટ, ફાઈનાન્સ અને સર્વિસ સેકટરનો ગ્રોથ 7.4 ટકા રહ્યો છે. જેથી વીતેલા ચાર વર્ષમાં એફડીઆઈ રોકાણમાં તેજી જોવા મળી રહી છે. ઓટો, કેમિકલમાં FDI રોકાણમાં વધારો થયો છે. MSME ને લોન આપવાની ઝડપમાં વધારો થયો છે. 2018-19માં ભારત દેશ ઉભરતા દેશોમાં સૌથી આગળ રહ્યો છે. જો કે કૃષિ ક્ષેત્રમાં ગ્રોથમાં ધીમો ઘટાડો થયો છે.
સર્વે રીપોર્ટ અનુસાર 5 વર્ષમાં દેશનો સરેરાશ GDP ગ્રોથ 7.5 ટકા રહ્યો છે. જેથી દેશમાં રોકાણની પ્રક્રિયામાં સુધારો થયો છે. માઈક્રો ઈકોનોમીક આંકડામાં સ્થિરતા આવી છે. જો કે, લોકસભાની ચૂંટણીને કારણે જાન્યુઆરીથી માર્ચના ગાળામાં ગ્રોથ ઘટ્યો છે. ખાનગી રોકાણમાં સામાન્ય સુધારાનો સંકેત છે. ત્યારે નાણાકીય વર્ષ 2020માં વ્યાજ દરમાં વધરો થવાનું અનુમાન કરાયું છે. આમ, નાણાકીય વર્ષ 2025 સુધીમાં ભારતની ઈકોનોમીને 5 લાખ કરોડ ડૉલરની બનાવવાનું લક્ષ્ય છે.