તેમણે કહ્યું કે, પહેલા બરફવર્ષાથી રાહત મળી શકી નથી, આવી સ્થિતિમાં, પાણી અને વીજળીની સુવિધા પણ ખોરવાઇ ગઇ છે. બરફવર્ષાને કારણે વીજ વાયરિંગ તૂટી ગયો હતો, જેના કારણે પાંચથી છ દિવસ પછી વીજળી પાછી ફરી હતી. તે જ સમયે, પાણીની પાઇપમાં બરફ જામી ગયો હોવાથી ઘરોમાં પાણી પહોંચી રહ્યુ નથી. લોકો બરફને ઓગાળીને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
શિમલામાં ફરી બરફવર્ષા, જનજીવન ખોરવાયુ - શિમલાના ઉપલા વિસ્તારમાં ફરી બરફવર્ષા થઇ
શિમલાઃ રામપુર બુશહર અને ગ્રામીણ વિસ્તારમાં ફરી એકવાર બરફવર્ષા શરૂ થઈ છે. જેના કારણે આ વિસ્તારમાં વધુ ઠંડક પ્રસરી ગઈ છે. આવી સ્થિતિમાં જનજીવન ખોરવાઇ ગયું છે. સરહાન ક્ષેત્રમાં માતા ભીમકાળીના મંદિર નજીક પહેલેથી જ ભારે બરફવર્ષા શરૂ થઈ છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અહીં ઠંડી વધી ગઈ છે અને આ સ્થિતિમાં પશુપાલકો, શાળાના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
![શિમલામાં ફરી બરફવર્ષા, જનજીવન ખોરવાયુ શિમલાઃ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5788832-thumbnail-3x2-ss.jpg)
શિમલાઃ
શિમલામાં ફરી બરફવર્ષા, જનજીવન ખોરવાયુ
રવિવાર અને સોમવારે આ વિસ્તારમાં સૂર્યપ્રકાશને કારણે સ્થિતિ સામાન્ય બની હતી. પરંતુ હવે ફરી એકવાર બરફવર્ષા શરૂ થઈ છે, જેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોની ચિંતામાં વધારો થયો છે.