ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એસ.એન. શ્રીવાસ્તવ દિલ્હીના નવા પોલીસ કમિશ્નર, આવતીકાલે ચાર્જ સંભાળશે - sn srivastava

વરિષ્ઠ આઈપીએસ અધિકારી એસ.એન. શ્રીવાસ્તવની દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રીવાસ્તવ વર્તમાન કમિશ્નર અમૂલ્યા પટનાયકનુું સ્થાન લેશે. દિલ્હીના રમખાણો બાદ એસ.એન. શ્રીવાસ્તવને તાજેતરમાં જ દિલ્હીના કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમૂલ્યા પટનાયકનો ગત મહિને જ એક મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નવા પોલીસ કમીશ્નરની કરાઇ નિંમણૂક
દિલ્હીમાં નવા પોલીસ કમીશ્નરની કરાઇ નિંમણૂક

By

Published : Feb 28, 2020, 12:39 PM IST

Updated : Feb 28, 2020, 3:01 PM IST

દિલ્હીઃ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવને દિલ્હીના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે એસ.એન. શ્રીવાસ્તવને પોલીસ કમિશ્નર બનાવવા માટે લીલીઝંડી આપી છે. રાજયપાલ અનિલ બૈજલે આદેશ આપ્યો કે, આવતીકાલથી એસ.એન શ્રીવાસ્તવ ચાર્જ સંભાળશે.

દિલ્હીના વર્તમાન પોલીસ કમિશ્નર અમુલ્યા પટનાયક 29 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. AGMUT 1985 બેચના આઈપીએસ અધિકારી એસ.એન. શ્રીવાસ્તવ અત્યાર સુધી સીઆરપીએફ (તાલીમ) જમ્મુ-કાશ્મીરમાં હતા. દિલ્હીની હિંસાની દરમિયાન તેમને સીઆરપીએફથી બોલાવી દિલ્હીના કમિશ્નર બનાવવામાં આવ્યાં છે.

Last Updated : Feb 28, 2020, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details