મોબાઈલ ઈન્ટરનેટ ઉપરાંત મોટાભાગની સેવાઓ પ્રતિબંધના એક અઠવાડિયાની અંદર શરૂ કરી દેવાઈ હતી. પરંતુ કાશ્મીરમાં લેન્ડલાઈન અને પોસ્ટપેડ સેવાઓ તબક્કાવાર રીતે પુનઃ સ્થાપિત કરાઈ હતી.
કાશ્મીરને નવા વર્ષની ભેટ: SMS અને ઈન્ટરનેટ પુનઃ શરૂ - જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ
જમ્મુઃ સાડા ચાર મહિના પછી મંગળવારની મોડી રાત્રીથી કાશ્મીરમાં સરકારી હોસ્પિટલમાં બ્રૉડબેન્ડ ઈન્ટરનેટ સેવા અને તમામ મોબાઈલ ફોન પર SMS સેવા શરૂ કરી દેવાઈ છે. આ નિર્ણય નવા વર્ષની શરૂઆત સાથે જ લેવાયો છે.
કાશ્મીરને નવા વર્ષની ભેટ : SMS અને ઈન્ટરનેટ પુનઃ શરૂ
જમ્મુ કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે આ અંગે સંવાદદાતાઓને કહ્યું કે, 'તમામ સરકારી હોસ્પિટલમાં 31 ડિસેમ્બર મધ્યરાત્રિથી ઈન્ટરનેટ સેવા અને મોબાઈલ ફોન પર સંપૂર્ણ રીતે SMS સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.'
કાશ્મીરમાં હજુ મોબાઈલ ઈન્ટરનેટ અને પ્રી-પેડ મોબાઈલ સેવા શરૂ કરવાની બાકી છે.