રાજધાની દિલ્હીની ચૂંટણીની જાહેરાત ટુંક સમયમાં જ થઈ શકે છે. ચૂંટણીના કારણે રાજકીય વાતાવરણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે. મતદાન તથા આચાર સંહિતાની જાહેરાત ગમે તે સમયે થઈ શકે છે.
સ્મૃતિ ઈરાની કરશે 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો પ્રારંભ - ચૂંટણી
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ટુંક સમય થાય તેવી શક્યતા છે. ચૂંટણીના પગલે દરેક રાજકીય પક્ષોએ પોતાની કમર કસી છે. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો પ્રારંભ કરાવશે.
સ્મૃતિ ઈરાની કરશે 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો શુભારંભ
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની 'મેરી દિલ્હી, મેરા સુજાવ' અભિયાનનો શુભારંભ કરશે. 14 પંડિત પંત માર્ગ સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.