ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2019: સ્મૃતિ ઇરાની આજે માંગશે કિરણ ખેર માટે વોટ

ચંદીગઢ: 17મી લોકસભા ચૂંટણીમાં મતદાનનો છઠ્ઠો તબક્કો પૂર્ણ થયા બાદ હવે 7માં તબક્કાના બધા જ ઉમેદવાર અને પક્ષો પોતાના પ્રચાર અને પ્રસારમાં પોતાની તાકાત અજમાવી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2019: સ્મૃતિ ઇરાની આજે માંગશે કિરણ ખેર માટે વોટ

By

Published : May 15, 2019, 9:35 AM IST

ચંદીગઢમાં 7માં તબક્કાનુ મતદાન 19 મે-ના રોજ યોજાનાર છે, પરંતુ તે પહેલા પક્ષોના સ્ટાર પ્રચારકોનું ચંદીગઢ ખાતે આવન ગમન ચાલુ છે.

14 મે-ના રોજ વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ ચંદીગઢમાં જનસભા દ્વારા ભાજપાના ઉમેદવાર કિરણ ખેર માટે લોકો પાસે વોટની અપીલ કરી હતી.

જ્યારે આજે કેંન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ચૂંટણી પ્રચાર માટે ચંદીગઢ પહોંચશે. સ્મૃતિ ઇરાની પણ ચંદીગઢ ખાતેથી ભાજપા ઉમેદવાર કિરણ ખેર માટે વોટની અપીલ કરશે.

ચંદીગઢ લોકસભા બેઠક માટે ભાજપાએ કિરણ ખેરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભૂતપૂર્વ કેંન્દ્રીય પ્રધાન પવન બંસલ અને AAP તરફથી હરમોહન ધવન ચૂંટણી લડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details