નવી દિલ્હી: દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયથી ઉત્તરાખંડના કુમાઉન સંભાગમાં વિશાળ વર્ચુઅલ રેલીને સંબોધન કરતા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ત્યાંની વિકાસ યોજનાઓની વિગતો લોકોને આપી હતી. વર્ષ 2014 થી દેશમાં સત્તા પર આવ્યા પછી, કેવી રીતે ભાજપ સરકારે સમગ્ર દેશની પ્રતિષ્ઠા વધારી છે તે વિશે લોકોને અવગત કરાવ્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ઉત્તરાખંડની ચાર ધામ યાત્રાની સુવિધા વધારવા માટે સરકારે શું કાર્ય કર્યા તે વિશે લોકોને જાણકારી આપી હતી.તેમણે આ અંગે કહ્યું કે, સરકારે મોટાભાગના સ્થળોને રેલ માર્ગ દ્વારા જોડવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. બદ્રીનાથ, કેદારનાથમાં પર્યટકોની સુવિધા માટે ઘણા વિકાસ કામો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
કેન્દ્રની આયુષ્માન ભારત યોજના હોય કે જન-ધન યોજના, આ કોરોના વાઇરસ મહામારી સમયમાં લોકોને કેવી રીતે ફાયદો થયો હતો તેના વિશે સ્મૃતિ ઈરાનીએ રેલીમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોઈ આયુષ્માન ભારત યોજના દ્વારા 10 કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખની સારવાર કરાવાની સુવિધા આપવાનો કાર્ય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
સ્મૃતિ ઈરાનીએ ઉત્તરાખંડ સરકાર અને ઉત્તરાખંડની સંસ્થાને અભિનંદન આપતા કહ્યું કે , ઉત્તરાખંડને વીર ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુખદ વાત છે કે દેશના સંરક્ષણ વડા બિપિન રાવત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ બંનેની જન્મ આ ભૂમિ રહી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીની સરકારે આપણા દેશની આઝાદી પછી પહેલીવાર સંરક્ષણ વડાનું પદ આપવાનું નક્કી કર્યું. નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્ય સરકારના પ્રધાન તરીકે હું આ અંગે ગર્વ લઇ શકું છું.